________________
૨૬
શ્રી.શાંત-સુધાર•સ
૮
*
થશે. ૪ર ભેદ અત્ર ટૂંકામાં કહીએ તે! (૧) પાંચ મિથ્યાત્વ એટલે અજ્ઞાન ( ૨ ) પાંચ · અવિરતિ • એટલે ત્યાગ૧ ભાવનેા અભાવ ( ૩ ) ચાર ‘ કષાય ’ એટલે ક્રોધ, માન, માયા, લાભ, (૪) ત્રણ ‘ચાગ' એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને (૫) ૨૫ ક્રિયા એટલે શારીરિક વિગેરે પ્રવૃત્તિ કરતી વખત થતા દાષા. આ પાંચ પ્રકારના આશ્રવા સંસાર અટવીને માથે નિર'તર લટકી રહેલા છે. એ ખરેખર વાદળાંનુ કાર્ય જ કરે છે. વાદળાંનાં કાર્ય એ છે : વરસવું અને પ્રકાશને અટકાવવા. આશ્રવા આખા વખત આ એ કાર્ય ખરાખર મજાવે છે. એ આત્મભૂમિકા ઉપર વરસ્યા જ કરે છે અને વરસીને ભવાટવીને લીલીછમ રાખે છે અને આત્માને કવડે ભારે મનાવે છે. એ એના ભાવને બરાબર ભજવે છે અને આત્મજ્યેાતિના પ્રકાશ ઉપર એ અંધકારની છાયા નાખે છે. એ એનુ કાર્ય કેવી રીતે કરે છે તે આપણે સાતમી ભાવનામાં વિસ્તારથી જોશું. અત્ર પ્રસ્તુત વાત એટલી છે કે ભવાટવી ઉપર પાંચે આશ્રવા આખા વખત વરસ્યા જ કરે છે. ‘ પિર ’ઉપસર્ગ મૂકવામાં ભારે પૃથ્વી કરી છે. પિર એટલે ચારે તરફ્ અથવા હમેશાં એટલે એ પાંચે આશ્રવરૂપ વાદળાં કાઇ કાઈ વાર વરસે છે એમ નથી, પણ સદા વરસતા રહે છે અને ચારે તરફ આખી ભવાટવીમાં વરસ્યા કરે છે.
• નાનાકર્મ લતાવિતાનગહને ’–વળી એ ભવાટવીમાં આશ્રવાને વરસાદ વરસે છે એટલે તે નવાં કર્મો આવે છે તેની વાત થઇ, પણ તે પહેલાં તે અટવી અનેક પ્રકારના કર્મરૂપ લતાએથી ખૂબ ગાઢ—ગહન થઇ રહેલી છે, એટલે કે એમાં
૧ આશ્રવતત્ત્વમાં પાંચ પ્રકારના મિથ્યાત્વને બદલે પાંચ ઇંદ્રિયા કહેલ છે અને કંધના હેતુમાં પાંચ મિથ્યાત્વ લીધેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org