________________
નિર્જરાભાવના.
૪૮૭
આ હકીકતની વિશિષ્ટ મહુત્તા બતાવવા માટે કહે છે કે એ તપને અંગે જે અનુપાન છે તે જિનપતિને સંમત છે. મનુષ્યને પરમાત્મા થવાનેા માર્ગ બતાવનાર અને તે મા પેાતે સ્વીકારનાર શ્રી જિનપતિ જેવી મહાન્ વિભૂતિ જે વીતરાગ હાઇ સાર્વત્રિક પૂજ્ય છે તેના આધારથી અને તેમની સંમતિથી જે હકીકત આવે તે સર્વ માન્ય અને, તેથી તપની પુષ્ટિમાં આ મહાન્ આધાર મતાન્યેા છે.
સર્વ સુખના ભંડાર તુલ્ય શાંતસુધારસનું પાન તું કર. હું વિનય ! શાંતસુધારસનું પાન કરવા દ્વારા સુખની માટી તીજોરી તને મળે છે. આ તપને તું આદર. તપના આવેા મહિમા તું ભાવ, વારંવાર ભાવ, નિર'તર ભાવ, ભાવવાને ચાલુ અભ્યાસ કર અને બાહ્ય-તપનું નિમિત્ત લઇને અભ્યંતર તપમાં નિમગ્ન થઇ જા.
X
X
×
નિર્જરા ભાવનાનાં દૃષ્ટાન્તાને પાર નથી. સથી મહા આકર્ષક હૃષ્ટાન્ત શ્રી વીરપરમાત્માનું છે. તેએશ્રીનુ આત્મસાધન અને મનેામળ તથા ઉપસર્ગ સહન કરવાની શક્તિ વિચારતાં અમાપ ભક્તિભાવ ઉત્પન્ન થયા વિના રહેતા નથી. સાડાબાર વર્ષમાં પ્રમાદકાળ નામને (અહારાત્ર જેટલેા) ખાકી આખો વખત અપ્રમત્ત અવસ્થામાં ગયા. જેના આત્મા સદૈવ જાગતા હોય તેને અભેદ્ય કર્મા પણુ અતે શુ કરી શકે ?
ગજસુકુમાળને માથા પર તેના સસરા સેામીલ ખેરના અગારા ભરે ત્યારે તેનું એક ‘રૂવાડું' પણ કે નિહ અને ચેતન ધ્યાનધારાથી ખસે નહિ કે સાસરા પર ક્રોધ લાવે નßિ એ નિર્જરાના અદ્ભુત દાખલેો પૂરા પાડે છે. અનેક કર્મના ચૂરા આવા ધીર–વીર પુરૂષા જ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org