________________
४८६
શ્રી શાંતસુધારસ
ભાગ લગભગ Earnest money oખ્તાન તરીકે આપે છે તે સોદો પૂરો કરવાની તેની વૃત્તિ બતાવે છે. મોક્ષને સોદો કરવાનો હાથે ઠકનાર આ તપ છે. થયેલા સદાને નિર્વાહ કરવાની તેમાં શક્યતા પ્રાપ્ત થાય છે. અને આ તે મોક્ષસુખના સેદા છે
એ ધ્યાનમાં રહે. “તપ ઇચ્છિત પૂરનાર ચિંતામણિ રત્ન છે.” ચિંતામણિ રત્ન ચિતવેલ-છેલ વસ્તુને પૂરી પાડે છે. એ દેવાધિષિત હોય છે. લબ્ધિ-સિદ્ધિ તો એને સાધારણ વાત છે, પણ અનેક ઈષ્ટનો યોગ અને પરમ ધ્યેયને વેગ મેળવી આપનાર એ ચિંતામણિ રત્ન છે.
આવા તપની વારંવાર આરાધના કર. આરાધના એટલે પાલના. પાલન એટલે કિયમાણ અવસ્થામાં પ્રાકટ્ય. મતલબ તપ કર. બાહ્યાભ્યતર તપ કર. તેને આશ્રય સ્વીકાર અને તેમાં પરમ કર્તવ્યતા વ્યવહારરૂપે સ્વીકાર.
૮. કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે. વ્યાધિ દૂર કરવા જેમ ઔષધ લેવામાં આવે છે તેમ કરૂપ વ્યાધિ ઉપાય તપ છે. તપથી વ્યાધિને નાશ થાય છે, એની અસર નરમ પડે છે અને એનાથી શરીરને નિરોગીપણું પ્રાપ્ત થાય છે. કર્મવ્યાધિનું ઔષધ તપ છે. ઔષધ કઈ ચીજ સાથે લેવું તેને
અનુપાન” કહેવામાં આવે છે. અહીં જે અનુપાન બતાવવામાં આવ્યું છે તે મહા ઉપકારી જિનપતિને સંમત છે અને તે અનુપાન પણ તપ જ છે. વ્યાધિનું ઔષધ પણ તપ અને અનુપાન પણ તપ. તાના પ્રકાર અનેક હોવાથી અનેક અનુપાન તરીકે સ્વીકારી લેવા. દાખલા તરીકે ઓષધમાં અંતરંગ (અત્યંતર) તપમાંથી દયાન કે કાર્યોત્સર્ગ લીધો હોય તે અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપને લેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org