________________
નિર્જરા-ભાવના.
૪૮૫
અહીં તપના બીજા ચાર વધારે લાભા બતાવ્યા: એ તાપને શમાવે છે, પાપના વિનાશ કરે છે, મનને આત્મારામમાં રમણુ કરાવે છે અને માહુરાજાને બાળી મૂકે છે. આ ચારે લાભા મેળવવાની શરત એ છે કે તપ કરતી વખતે કેઇ પણ પ્રકારની અભિલાષા ન હેાવી જોઇએ. રાજ્ય, ઋદ્ધિ, પુત્ર, સંતતિ, કીર્તિ, ધન આદિ કારણે અથવા પરભવમાં લાભ મેળવવા માટે તપ કર્યો હૈાય તે તે આ કેટિમાં આવતા નથી. ચેતન ! આવા તપના મહિમાને ભાવ.
૭. તપના મહિમા ગાવા-એની ભાવનાને સ્પષ્ટ કરવા માટે ત્રણ ખાખતા અલંકારિક ભાષામાં કહે છે. ખૂબ વિચારવા જેવી એ માખતા છે. એને બરાબર ખ્યાલ કરી.
તપ સંયમ લક્ષ્મીનું વશીકરણ છે.’ઇંદ્રિય અને મન પર કાબૂ આવે તેને સયમ કહેવાય છે. એ સાચી લક્ષ્મી છે. એ જેનાં ઘરમાં હાય તેને માંગલિકમાળા વિસ્તરે છે. કેાઇ સ્ત્રી વશ થતી ન હેાય તે તેને વશ કરવાના ઉપાયને વશીકરણ કહે છે. પૂર્વ કાળમાં સ્ત્રીને વશ કરવા દોરા ધાગા કરવામાં આવતા, માદળી મંત્રાવતા, લીંબુના પ્રયાગ થતા વિગેરે સર્વ વશીકરણ કહેવાય. સંચમલક્ષ્મીને વશ કરવા તપ વશીકરણ મંત્રનું કામ કરે છે. મતલબ તપથી સાચા સંયમ સિદ્ધ થાય છે.
‘તપ ઉજવળ મેાક્ષસુખનું હૅાનું છે.’ જ્યારે કાઈ સાદે કરવા હાય ત્યારે તે પાકા કરવા નાની રકમ આપવાની હોય છે તેને સત્યકાર (બ્હાનું) કહેવામાં આવે છે. મેચીને જોડાનું માપ આપી ચાર, આઠ આના બ્હાનાના આપવામાં આવે છે અથવા સ્થાવર મિલક્ત ખરીદવાના સાદા કરતી વખત ખરીદનાર સેાદાની રકમના દેશમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org