________________
૪૮૪
શ્રી શાંતસુધારસ
ત્યારે ઉકળી જવાને–તાપ કરવાનો પ્રસંગ હતો છતાં ત્યાં શમનું રાજ્ય હતું અને શાંતિની ફેરે ઉડતી હતી. એનું ચિત્ત જરા ઊંચુંનીચું પણ ન થયું. જ્ઞાની તપસ્વીની એ દશા હોય.
તપ પાપનો નાશ કરે છે. અગાઉ જે પાપે બાંધેલાં હોય તેને વિનાશ કરે છે. આનો અર્થ નિર્જરા એમ જ સમજવાનો છે. આ પણ તપને લાભ છે.
વળી માનસ-હંસને શુદ્ધ આત્મસ્વરૂપ કમળવનમાં રમાડે છે, ક્રીડા કરાવે છે. મન જ્યાં ત્યાં રખડતું હોય છે એ પ્રાણીને દરરોજને અનુભવ છે. તપસ્વીની જરૂરીઆતો એટલી મર્યાદિત થઈ જાય છે કે એનું મન અસ્તવ્યસ્તપણે ન રખડતાં આત્મસ્વરૂપમાં લીન થઈ જાય છે. આ શુદ્ધ ધ્યાનની ભાવના છે. દુર્ગાનનાં કારણ તપ કરનારને માટે દૂર થઈ જાય છે અથવા અલ્પ થઈ જાય છે. એનું મન આત્મારામમાં રમણ કરે છે. એની ભાવના-વિચારણામાં જ દેખાય છે અને એને આત્મભાન વધારે વધારે થતું જાય છે. ત્યાગમૂર્તિમાં આત્મરમણતા હોય એ સહજ બાબત છે. માનસરોવરના હંસ ઉકરડામાં કદી ચારો ચરતા નથી એ ધ્યાનમાં રહે. એના મનની ઉદ્દાત્તતા જ એટલી ભવ્ય હોય છે કે એનાં રમણ જ જુદાં-અનોખાં હોય. સામાન્ય રીતે મેહરા દુધર્ષ છે. એના પર વિજય મેળવવા વધારે આકરો છે. આવા આકરા મેહ ઉપર તપ સામ્રાજ્ય મેળવે છે. મહા આકરા મેહનીય કર્મને એ દૂર ફેંકી દે છે. સર્વ કર્મમાં સાર્વભૌમ સ્થાન ભેગવનાર મોહનીય કર્મને જીતવાને સ્પષ્ટ માર્ગ તપ છે.
જ્યાં દેહ અને મન પર કાબૂ આવતો ગમે ત્યાં મેહરાય ટકી શકતો નથી. આ તપને મહાત્ લાભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org