________________
નિર્જરા-ભાવના.
૪૮૩
એટલે ઉપાયે કરીને જે ચીજ એને પ્રાપ્ત કરવી છે તેમાં એને અંતરનો રસ છે. શ્રીમદ્યશવિજયજી કહે છે કે દિનપ્રતિદિન એના આનંદમાં વૃદ્ધિ જ થયા કરે છે અને એ ખૂબ લહેરમાં હોય છે. વીલ્લાસ વધતો જાય, કર્મ ઝેર ઝેર થતાં જાય અને આત્મવિકાસ થતો જાય એ જ્ઞાનની બલિહારી છે, સેવાભાવની પરિસીમા છે અને ત્યાગનો નિર્ભર આનંદ છે. - દ. કોઈપણ પ્રકારની આકાંક્ષા, અપેક્ષા કે ફળની ઈચછા વગર કરેલ તપ ઉપર ગણાવેલા ચાર લાભે ઉપરાંત નીચેના વિશેષ લાભ કરે છે એ પ્રાણના તાપને શમાવી દે છે. આપણો સંસારને ઉકળાટ જે હોય તો એ પ્રાણીને ઊભા જ રાખે છે. એની ગરમી એટલી તીવ્ર હોય છે કે જેમ વીજળીનો પ્રવાહ (સ્વીચો બંધ કર્યા પછી પણ કેટલીયે વખત પંખે ચાલ્યા કરે છે, એમ મનની ઘંટી ચાલ્યા કરે છે. એને અનુભવે–ધ્યાન આપે તે જ આ તાપને પ્રાણી ઓળખી શકે. આવા તાપને તપ શમાવી દે છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તપસ્વી તે જ કહેવાય કે જેને તાપ શમતો હોય. તપ સાથે ક્રોધને વશ પડી જતા હોય તે તપસ્વી ન કહેવાય. તપનું અજીર્ણ ક્રોધ છે. તપનો એને જરા પણ ખરે લાભ થયો નથી એમ સમજવાનું છે. તપનું મુખ્ય ફળ શાંતિનું સામ્રાજ્ય છે અને બાહ્યતપથી શરીર પર અને અત્યંતરતપથી શરીર, વાચા અને મન પર એટલો સંયમ આવી જ જોઈએ કે એની પાસે ઉકળાટ, ઉશ્કેરણી, મીજાસ, કડવાશ, તુછ ભાષાપ્રયેાગ કે માનસિક તુચ્છ વિચારણા સંભવે જ નહિ. જ્ઞાની તપસ્વીની આ મહાન સામ્રાજ્ય લક્ષમી છે. તપને આ મહિમા ખૂબ વિચારવા–ધ્યાવવાભાવવા ગ્ય છે. ગજસુકુમાળને તેના સાસરા સમિલે માથા ઉપર ખેરના અંગારાની ભદ્દી કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org