________________
૪૮૮
શ્રી શાંતસુધારાસ
મેતાર્યમુનિ સોનીને ત્યાં વહારવા જાય છે. તેના સોનાનાં જવ કેચપક્ષી ચરી જાય છે. મુનિ જાણે પણ બેલે નહિ. પક્ષીને બચાવવા મહાઆકરી પીડા ખમે છે. લીલી વાર તેના માથે વીંટાળવામાં આવી અને મુનિને તડકામાં ઊભા રાખવામાં આવ્યા. વાધર સુકાતાં મુનિની નસો તૂટવા લાગી, પણ મુનિ ચન્યા નહિ. કર્મોને એક સાથે ચૂરે કરી અંતકૃત કેવળી થઈ અજરામર સ્થાને પહોચ્યા.
અંધકમુનિની ચામડી ઉતારવાને રાજા હુકમ કરે છે ત્યારે એને પોતાની પીડાને વિચાર આવતો નથી, પણ ચામડી ઉતારનારને અગવડ ન પડે તેમ ઊભા રહેવા સવાલ કરે છે. શમશાંતિની આ પરાકાષ્ઠા કહેવાય ! અને આવા ધીરદાર મહાન વિરે કર્મોને તડતડ કાપી નાખે એમાં નવાઈ નથી.
ધન્ના જે માટે સુખી શેકીઓ અને શાલિભદ્ર જેવા સુખી વૈભારગિરિ પર જઈને શિલા પર અનશન કરે અને ધ્યાનની ધારાએ ચઢે ત્યારે ગમે તેવા કર્મો હોય તો તે શરમાઈને નાસી જાય એમાં આશ્ચર્ય શું ? એ વાત આ ભાવનાને મજબૂત કરે છે. આવા તો અનેક દષ્ટાંત છે, એને વિચારતાં રસ્તો સૂઝી જાય તેમ છે.
પરવશપણે આ પ્રાણુ ભૂખ, તરસ, વિયોગ સહન કરે છે, અપમાને ખમે છે, નોકરી કરે છે, હુકમો ઊઠાવે છે, ઉજાગરા કરે છે, ટાઢ તડકા ખમે છે, હજારો માઈલની મુસાફરી કરે છે અને અનેક પ્રકારની યાતનાઓ અમે છે, પણ એમાં આશય અહિક-દુન્યવી અને સાધ્ય સંસારવૃદ્ધિનું હાઈ એનું કાંઈ વળતું નથી, વળતું નથી એટલે કે એની આત્મપ્રગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org