________________
४८०
શ્રી શાંતસુધારસ તે સ્વર્ગ, મેક્ષ આદિ વાંછિત ફળને તપ નજીક ખેંચી લાવે છે એ વાત કરવાની છે. નિરાશીભાવે તપ કરનાર કાંઈ માગત નથી, પણ આત્મસાધક કર્મવિદારણ એની નજીક આકર્ષાઈને આવે છે એમ અત્ર કહેવાનો આશય છે. તપની કાર્યશક્તિ દર્શાવનાર આ ત્રીજું કારણ છે.
તપના આગંતુક લાભ તરીકે શત્રુ હોય તે પણ મિત્ર બની જાય છે. ચંડકેશિક જેવો ભયંકર સખે પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને વશ થઈ ગયે એ એનું જવલંત દષ્ટાન્ત છે. માર–માર કરતે દુશ્મન ઉઘાડી તરવારે સામેથી ધસી આવતા હોય તો ખરા તપસ્વી પાસે તરવાર મૂકી એના પગમાં પડી પગ ચાંપવા બેસી જાય છે. તપનો પ્રભાવ એવો છે કે એની સામે, શત્રુતા કદી ટકી શકતી નથી, નભી શક્તી નથી, રહી શક્તી નથી અને અંતે છરવાઈ શકાતી નથી. પાતંજલ યોગસૂત્રમાં घुछ ठे-तत्र खलु अहिंसाप्रतिष्ठायां तत्संनिधौ वैरत्यागः એટલે એક પ્રાણુમાં અહિંસા બરાબર સિદ્ધ થઈ ગઈ હોયજામી ગઈ હોય તે તેની આજુબાજુમાં જાતિવેરનો ત્યાગ થઈ જાય છે, એવા અહિંસક મહાપુરૂષોને તે કઈ વેરી હેતું નથી, પણ કઈ પ્રાણું એની ઉગ્રતા સહન કરી વેર ધારણ કરતો હોય તે પણ એની નજીક આવે ત્યારે પોતાનું વેર ભૂલી જાય છે અને જે મારવા આવ્યા હોય તે પ્રાર્થના કરવા બેસી જાય છે. આ તપને વિશિષ્ટ મહિમા છે. પ્રાણીઓ પરસ્પરના જાતિવેર પણ તેની પાસે તજી દે છે.
આવાં ચાર કારણોને લઈને તપનો આશ્રય કર. તપના હજુ બીજા અનેક લાભ આગળ જણાવવાના છે તે વિચારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org