________________
નિરાભાવના,
એવા પ્રકારના તપના તું એ તપ આગમનું પરમ જાતે એને ઉપયોગ કરી
૪૮૧
આશ્રય કર એટલે તપને તુ કર. રહસ્ય છે. તીર્થકર મહારાજે પેતે પેાતાના હૃષ્ટાન્તથી બતાવી આપ્યુ છે કે તપ એ શાસ્ત્રનું રહસ્ય છે. અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ધર્મના સાર છે, ઉત્કૃષ્ટ મંગળ છે અને પ્રાણીને મેાથે પહોંચાડનાર છે. શ્રી વીરપરમાત્માએ બાહ્ય અને અભ્યતર તપને મુખ અપનાવ્યા છે અને ત્યાગધર્મની શરૂઆત તપથી થાય છે એ પેાતાના ચરિત્રથી સ્પષ્ટ કર્યુ છે.
આગમ ગ્રંથેના રહસ્યભૂત આ તપને નિર્મળ ભાવથી કરવાના છે એટલે કે એને કરવામાં કેઇ જાતની ઈચ્છા-આશા રાખવાની નથી. આ ભવમાં ધન, સ્ત્રી, પુત્ર કે કીર્તિની પ્રાપ્તિ કે પરલેાકમાં દેવ, દેવેદ્ર, ચક્રવત્તી' કે અન્ય પદ પ્રાપ્તિની ઇચ્છાથી તપ કર્યા હાય તે તેને નિર્મળ ભાવના તપ કહેવાતા નથી.
તપના લાભે! હજી વધારે ગણાવવામાં આવશે. દરમ્યાન તપના ભેદે રજુ કરી તેનું પ્રતિપાદન કરવાની આ તક ગ્રંથકર્તા હાથ ધરે છે.
૪. તપના મુખ્ય બે ભેદ : બાહ્ય અને અભ્યંતર. માહ્ય તપને બાહ્ય એટલા માટે કહેવામાં આવે છે કે એ આપણા ચક્ષુથી જોઇ શકાય છે. એના છ પ્રકાર પૂર્વ પરિચયમાં બતાવ્યા છે તે છે. તેનું સક્ષેપ સ્વરૂપ નીચે બતાવ્યુ છે.
(૧) અનશન—માં અશન, પાન, ખાદીમ, સ્વાદીમ લેાજનને ત્યાગ. એમાં એક ઉપવાસથી માંડીને છ માસ સુધીના ઉપવાસને સમાવેશ થાય છે.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org