________________
નિર્જરાભાવના.
૪૭૯
દુરિત–પાપની શ્રેણને ક્ષણભંગુર કરી નાખે છે. ક્ષણભંગુર થાય છે એટલે વિનશનશીલ બને છે, પરિણામે એ તદ્દન ખલાસ થઈ જાય છે. તપ જે યથાવિધિ કરવામાં આવ્યું હાય, એટલે કે સદજ્ઞાનપૂર્વક સમજીને, અંતરના ભાવથી, પૂર્ણ વીલ્લાસપૂર્વક તપની આચરણ કરવામાં આવી હોય તો એ કર્મોને ક્ષણભંગુર બનાવી દે છે. અનેક કર્મોને એ વિપાક ઉદયમાં લાવ્યા વગર પ્રદેશદયથી જ બારોબાર ખલાસ કરી દે છે. તપને આ બીજે મેટો લાભ સમજવો. કર્મને નિર્માલ્ય કરે એ પ્રથમ લાભ અને કર્મને ક્ષણભંગુર કરી નાખે તે બીજે લાભ. આ બને મોટા લાભ આત્મિક દષ્ટિએ બરાબર ચિન્તવવા ચગ્ય છે. - ૩ તપના બીજા પણ અનેક લાભે છે. જે મનોવાંછિત દૂર હોય તેને તે ખેંચીને નજીક લાવે છે. આ હકીકતનો વ્યવહારૂ અર્થ એ પણ થાય કે જે વસ્તુ–ધન, સ્ત્રા-પુત્રપ્રતિષ્ઠા આદિ ઈષ્ટ હોય તેને તપ દૂરથી નજીક લાવે છે અને તે વાત શકય જણાય છે, પણ તેવા સાંસારિક ઉપયોગ માટે તપનો ઉપગ અઘટિત છે. એ તે જે કદી ન થવું જોઈએ તે થવાની વાત થઈ. ત્યાગને બદલે સંસાર તરફ ઘસડાવાનો એ માર્ગ છે. આપણે જે મહાન ત્યાગની ભાવના કરીએ છીએ તેમાં આવા વ્યવહારૂ ઈષ્ટ ફળની વિચારણાને અવકાશ નથી. એ તે આપત્તિમાં આવી પડેલ તેનો નિવારણ માટે અઠ્ઠમ કરે છે એવું સાંભળીએ છીએ તેના જેવી વાત થઈ. એ વાતની સાથે નિર્જરાને માર્ગે ચઢનારને લેવાદેવા ન હોય. તેવા પરિણામની શક્યતા સંબંધી ઊહાપેહને અત્ર સ્થાન નથી. એવા અજ્ઞાન તપ–સાંસારિક ફળાપેક્ષા કરેલાં તપને નિર્જરા ભાવનાને અંગે બાદ કરી આપણે વિશુદ્ધ વિચારણાને અંગે જઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org