________________
४७८
શ્રી-શાંતસુધારસ છે અને એ લાભ કાંઈ જેવો તેવો નથી. આ દેશથી થતી કર્મની પરિશાટના તપને મહાન લાભ છે.
તપથી કર્મો અલ્પ થઈ જાય છે, એની ચીકાશ ઊડી જાય છે અને એ તદ્દન પાતળાં પડી જાય છે એટલે કે એ તદ્દન રસકસ વગરનાં થઈ જાય છે એ પ્રથમ મુદ્દો છે. એને એક દાખલો લઈએ. આપણુ પાસે એક આંકણી (રૂલર) પડેલ છે. એના પર કાળો રંગ છે. આપણે તે રંગને દૂર કરે છે. તેના ઉપર કાગળ ઘસીએ તો કદાચ તેનો રંગ તદ્દન ન જાય તો ઓછો થતાં થતાં નહિવત્ થઈ જાય. એવી કર્મની સ્થિતિ તપ કરી મૂકે છે. એ ખરી ન પડે તે પડું પડું થઈ જાય અને એની અંદર જે તીવ્ર રસઘટ્ટતા હોય છે તે અતિ અલ્પ થઈ જાય છે.
૨ હવે બીજી વાત તપને મહિમા ભાવવાને અંગે કહે છે. આકાશમાં સખ્ત વાદળાં ચઢી આવ્યાં છે, આકાશ ચારે તરફ એક રસ થઈ ગયું છે, વાદળાંથી ભરચક થઈ ગયું છે અને જાણે વરસાદથી પૃથ્વીને જળમય કરી દેશે એવો દેખાવ થઈ ગયે હોય છે ત્યાં જબરપવનને સપાટે આવે છે અને તેના જોરથી વાદળાં વીખરાઈ જાય છે અને વરસાદ આવતો અટકી જાય છે. “ખર પવન એટલે ખૂબ ગતિમાન પવન સમજ. સુરીઆ (પશ્ચિમ ઉત્તરના) પવનથી વરસાદ આવે છે અને ખર અથવા ભૂખર પવનથી વાદળાં વીખેરાઈ જાય છે એવી લોકમાન્યતા છે. ચોમાસામાં આ દેખાવ અનેક વાર અનુભવાય છે. એવી જ રીતે પાપની શ્રેણી આત્મા સાથે લાગેલી હોય અને ઉદયકાળની રાહ જોઈને બેઠી હાય તેની સામે જે તપ આવે તે તે વાદળની સામે પવન જેવું કામ કરે છે અને આખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org