________________
૪૭૧
નિર્જરાભાવના. એ જણાવવાની ભાગ્યે જ જરૂર હેય. નમીને માત્ર તમને તપણે કે ” દ્ી નો તારે એવો ઉચ્ચાર કે જાપ કરવાથી ખરે આત્મવિકાસ થઈ જાય એવી ભ્રમણામાં પડવાનું નથી. ડંકા વગાડવા એટલે તદ્રુપ જીવન કરી દેવું. એ તપને નમસ્કાર. - ૫ તપને મહિમા વર્ણવી શકાય તેમ નથી. તેને માટે જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. અતિ ભયંકર કર્મો કરીને પાપ એકઠું કર્યું હોય તેને પણ એ તપ દૂર કરીને મક્ષ અપાવે છે. મતલબ દેશથી કર્મક્ષય (નિજેરા) થતાં આખરે એ તપ સર્વ કર્મક્ષય કરી મોક્ષ આપે છે.
બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને વ્રતી (મુનિ) હત્યા એ ચાર મહાહત્યા કહેવાય છે. એમાંની એક પણ હત્યા પ્રાણને જરૂર નરકે લઈ જવા ગ્ય કર્મો એકઠાં કરી આપે છે. આવી હત્યા કરતી વખતે કેટલાં કિલષ્ટ પરિણામ મનનાં થતાં હશે તે કલ્પવું મુશ્કેલ નથી. નાનું બાળક, સ્ત્રી કે ગાય (જનાવર સર્વ) અને અશસ્ત્રધારી મુનિ બચાવનાં સાધન વગરનાં હોય છે. ચારે ઘણુંખરૂં બચાવની શક્તિ ધરાવનાર પણ હોતા નથી. એમને ઘાત કરે એ તીવ્ર દુષ્ટ અધ્યવસાય વગર બને નહિ. એ પ્રસંગે સ્થિતિ અને રસનો આકરે કર્મબંધ જરૂર થાય છે.
તપ એ એક જ વસ્તુ છે કે જે આવી રીતે બાંધેલ ભયંકર વિપાક આપનાર કર્મોને દૂર કરે છે. એવા ભયંકર કાર્યોનું પ્રાયશ્ચિત્ત તપ કરી આપે છે અને તે માટે તે અસાધારણ કામ કરે છે. આયંબિલ ઉપવાસાદિ બાહ્ય તપ અને ધ્યાન પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપ એવાં કર્મોને કાપી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org