________________
૪૭૦
શ્રી શાંતસુધારસ
- એવા પ્રકારના નિકાચિત કર્મોને જ્યારે વિપાક થાય ત્યારે મહા ત્રાસ થાય છે તેવા કર્મો-જેને મેટાં શિખરવાળાં પર્વત સાથે સરખાવી શકાય તેને કાપી નાખવાને–દૂર કરવાનો માર્ગ એક જ છે. જેમ પર્વતને ઇંદ્રનું વજી કાપી નાખે છે એવી પુરાણેમાં વાત છે તેની સાથે આ સરખાવવા ગ્ય છે. અન્ય શાસ્ત્રમાં વાત એમ છે કે પર્વતને અસલ પાંખે હતી. તેઓ ઊડી શક્તા હતા. એથી મનુષ્ય, પશુ, પક્ષીને ખૂબ ત્રાસ થતો હતો. તેની ઇંદ્ર પાસે ફરિયાદ ગઈ. એણે વા મૂકયું. વજા એક હાથ લાંબુ હોય છે પણ તેની શક્તિ ઘણી જબરી હોય છે. એણે પર્વતની પાંખે કાપી નાખી. મોટા દુર્ધર પર્વત જેનાં શિખરે ગગનચુંબી હોય છે તેની પાંખેને આવું નાનકડું વજી કાપી નાખે એ જેવી આશ્ચર્યની વાત છે તેવી જ નવાઈની વાત તપની છે. એ આટલો નાને હોવા છતાં મહા તીવ્ર વિપાક આપનાર નિકાચિત કર્મોને કાપી નાખે છે. સાધારણ રીતે કર્મમાં ઉપક્રમ, ઉપશમન, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ થાય છે એ ઘણો અગત્યને વિષય છે પણ બહુ વિશાળ છે. કમ્મપયડી વિગેરે ગ્રંથોથી તે જાણી લે. એ નિકાચિત કર્મો તે ઉપકમ વિગેરે માટે પણ અગ્ય હોય છે અને તીવ્ર વિપાક આપવાને તૈયાર હોય છે.
એવાં કર્મોને કાપી નાખવા માટે વા જેવું કાર્ય કરનાર તપગુણને નમસ્કાર થાઓ. તપના ભેદને ખૂબ વિચારીએ, એના ૌરવનો સાક્ષાત્કાર કરીએ, એના ધ્યાન વૈયાવચ્ચ વિગેરે ભેદોનો અનુભવ કરીએ, એમાં રહેલ સેવાભાવ, આકાંક્ષારહિતત્વ અને આ મવિકાસને જીવનમાં પ્રગટાવીએ ત્યારે તેની અભૂતતા જચે અને જચે એટલે મન એને નમે. જે આત્મવિકાસના ડંકા જોરથી વગાડવા હોય તે આ અદ્ભુત તપને નમે. નમે એટલે શું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org