________________
નિર્જરાભાવના.
૪૬૯ કેટલા ય કાળ સુધી નિકાલ જ ન આવે. એને બાપે માર્યાના વેર-ઝેર કહેવાય છે. મરતાં સુધી પણ એ વેર શમતા નથી. પ્રાણ એમાં વધારે ને વધારે મલીનતા વધારતું જ જાય છે અને તેવા તુછ મનેવિકારોમાં કોઈવાર માનની કલપનાથી, કેઈવાર પિતાની જાતિના અભિમાનથી, કેઈવાર દેશદાઝને નામે, કોઈવાર પોતાના સ્વમાનને નામે એ ઝરે છે, ઝગડે છે અને માર મારે છે કે ખાય છે; પણ એ આખે વખત એનું મન એટલું સંકલિત રહે છે કે એને બીજું કામ સૂઝતું નથી. આ સંકુલિત વૃત્તિથી જે કર્મો બંધાય છે તે “નિકાચિત” કર્મ કહેવાય છે. તીવ્ર કષાયને વશ થઈને બાંધેલાં કર્મોને આ પ્રકારમાં મૂકવામાં આવે છે. આકરા કોધ, માન, માયા, લેભ વિગેરે મનમાં વર્તતા હોય ત્યારે આવાં નિકાચિત કર્મો બંધાય છે.
ઘણુ વખત પ્રાણું કર્મ બાંધે છે ત્યારે એવો આકરો બંધ કરે છે કે હીરની દરીની ગાંઠ ઉપર તેલનું ટીપું મૂકીએ તે પછી તે ગાંઠ કઈ રીતે ન છૂટે એવી તેની સ્થિતિ કરી મૂકે છે. આવાં નિકાચિત કર્મો જ્યારે વિપાક ઉદયમાં આવે છે ત્યારે જે દુખાનુભવ થાય છે તે અકથ્ય છે. શરીરની વ્યાધિ, ધનને નાશ, ગરીબાઈના સંકટ, નજીકના સ્ત્રી પુત્રાદિનાં મરણ કે વિયેગ, ઘરમાં સર્વત્ર અસંતોષ, કીર્તિને બદલે અપમાન વિગેરે અનેક ઉપાધિઓ પ્રાપ્ત થાય છે અને જીવન શાંત, આનંદી, સ્થિર હેવાને બદલે બેજારૂપ, ત્રાસરૂપ, ખેદમય થઈ જાય છે. હીરની ગાંઠ છૂટવી જ મુશ્કેલ છે, પણ તે ઉપર તેલનું ટીપું મૂક્યું એટલે તે છૂટવાને સવાલ જ રહેતો નથી. નિકાચિત કર્મોની ગાંઠ એવી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org