________________
૪૭૨
શ્રી શાંતસુધારસ
દઢપ્રહારી ” મહાભયંકર ઘાત કરનાર હતે. એના નામ પ્રમાણે એ કારમે ઘા કરનાર હતો. એણે ઉક્ત ચાર પ્રકારની હત્યા કરી હતી, પણ પછી એને શ્રી વીરપરમાત્માને વેગ થઈ ગયે, એને બંધ થયો અને ઉપદેશની અસર બરાબર લાગી. જે નગરમાં એણે હિંસા કરી ત્રાસ વર્તાવ્યો હતે તેને દરવાજે જ ઊભા રહીને એણે ધ્યાન આદર્યું, કાઉસગ્ગ કરી આત્મારામને જગાડ્યો, ખાવા-પીવાનો ત્યાગ કર્યો. નગરના લોકો તે વૈરથી ઉશ્કેરાયેલા હતા. તેઓ એના પૂર્વના દુરાચારો ભૂલ્યા નહોતા. કેટલાક એને ન સહન થાય તેવા વચનના પ્રહારો કરવા લાગ્યા. કેટલાક એને લાકડીથી, હાથથી, પથ્થરથી મારવા લાગી ગયા; પણ એનું ચિત્ત ડગ્યું નહિ. છ માસ સુધી એણે સર્વ ઉપદ્રવો. વચને અને માર સહન કર્યા. એણે એ જ સ્થાને રહી સર્વ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું, આત્મારામને જગાડ્યો અને કોઈના ઉપર સંકલ્પથી પણ દ્વેષ કે ક્રોધ ન કર્યો. અંતે ચેતનરામને ધ્યાવતાં કર્મોને બાળી એ જ
સ્થાનકે એણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ નિર્જ કહેવાય. આ તપનો પ્રભાવ છે. એમાં બાહ્ય અને અત્યંતર તપને સુંદર સહગ છે તે લક્ષમાં રાખવું.
સભ્યપ્રકારે તપ કરવામાં આવે, કોધરૂપ અજીર્ણ વગર તપ કરવામાં આવે, કોઈ જાતના આશીભાવ વગર તપ કરવામાં આવે ત્યારે અતિ નીચ આચરણેને લીધે એકઠાં કરેલ કર્મોને પણ આવી રીતે પ્રથમ અ૫ભાવ થાય છે અને તેના ઉપર દૂઢતા રાખી ચીવટથી વળગી રહેવામાં આવે તો અંતે તે સર્વ કર્મોને આત્યંતિક અભાવ પ્રાપ્ત કરી અપવર્ગ–મોક્ષ અપાવી શકે છે. યાદ રાખવાનું છે કે દૃઢપ્રહારીનું તપ માત્ર છ માસનું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org