________________
નિર્જરાભાવના.
४६७
એમાં સમાવેશ થાય છે. આ નિર્જરાને બાર પ્રકારની કહેવામાં આવી છે તે તપના બાર ભેદને લઈને છે. છ બાહ્યા અને છ અત્યંતર તપ મળીને બાર પ્રકાર થાય છે જેનું વિવેચન પૂર્વ પરિચયમાં થઈ ગયું છે. આ જ પ્રકારો પાડવામાં આવ્યા છે તે કારણને લઈને છે. કોઈ પ્રાણને અનશનથી લાભ થાય તો તેની નિર્જરા અનશનદ્વારા થઈ કહેવાય. એમાં સકામ અને અકામ બન્નેનો સમાવેશ થાય છે. બાહ્ય તપમાં એ બન્નેને અવકાશ છે. અત્યંતર તપથી તો સકામ નિર્જરાને જ સંભવ છે.
વસ્તુત: જોઈએ તે નિર્જરા એક જ પ્રકારની છે, દેશથી કર્મને ક્ષય તે નિર્જરા કહેવાય છે. હેતુ ભેદથી એના બાર ભેદ થાય છે. નિર્જરાને ક્યા દષ્ટિબિન્દુથી જોવામાં આવે છે તે ઉપર આધાર રહે છે.
૪. ૨ જેવી રીતે અગ્નિ તે એક જ છે પણ તેને પ્રકટાવનાર વસ્તુના ભેદથી અગ્નિના ભેદ પાડવામાં આવે છે. જેમકે લાકડાથી અગ્નિ ઉત્પન્ન કર્યો હોય તો તેને આપણે કાણાગ્નિ કહીએ, ચકમકના પથ્થરને લેઢા સાથે ઘસી અગ્નિ પાડ્યો હોય તો તેને આપણે પાષાણુઅગ્નિ અથવા ઉપલાગ્નિ કહીએ, તેવી જ રીતે ઘાસને સળગાવ્યું હોય તો તેને તૃણાગ્નિ કહીએ, છાણાં સળગાવ્યાં હોય તે તેને ગોમયઅગ્નિ કહીએ, કોલસાને અગ્નિ, ગેસને અગ્નિ વિગેરે અનેક અનેક નામે આપીએ; પણ એ પ્રત્યેક અગ્નિને સ્વભાવ તે ગરમ કરવાને, બાળવાને, પ્રકાશ કરવાનો છે તે જ રહેવાનો છે. નિદાન કારણ–ઉત્પાદન કારણના ભેદને લઈને આપણે અગ્નિના જુદાં જુદાં નામે આપીએ છીએ. . . ૩ તેવી રીતે તપના જુદા જુદા પ્રકાર હોવાથી નિર્જરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org