________________
૪૬૬
શ્રી.શાં*ત સુધારસ
કરી પ્રદેશ ઉદયવડે એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે. કને નિજ રવા એટલે એની શક્તિ મઢ પાડી દેવી અથવા એને ખેરવી નાખવા. અને ‘રિશાટન’ પણ કહેવામાં આવે છે. નિર્જરા એ પ્રકારનું કાર્ય કરે છે. એ કર્મની સ્થિતિ ઓછી કરે છે અને કર્મોના રસ મર્દ કરી નાખે છે. મહા આકરાં કર્મ હાય એને નિર્જરા તદ્દન નિર્માલ્ય જેવાં કરી નાખે છે. આ રીતે સ્થિતિમધ અને રસખધ ઉપર નિર્જરાની મેાટી અસર છે.
કેટલાંક કર્મોને વિપાકમાં ભાગવ્યા સિવાય પ્રદેશેાયથી ખેરવી નાખે છે. આ રીતે આત્માને હળવા કરવાનુ કાર્ય નિરા કરે છે. સંચિત કર્મોના ક્ષયને નિર્જરા કહેવામાં આવે છે અને સર્વ કર્મોના સર્વથા નાશ થાય તેને મેાક્ષઅપવર્ગ કહેવામાં આવે છે.
આ નિર્જરા તપથી થાય છે. ઘસારા વગર ચળકાટ થતા નથી અને મેાક્ષ મેળવવું એ બાળકના ખેલ નથી. ત્યાગ વગર, સંયમ વગર, ઇંદ્રિયદમન વગર, નિ:સ્પૃહ વૃત્તિ વગર, નિરાકાંક્ષા વગર, સન્મુખભાવ વગર આત્મા અનાદિ કાળના પરિચયેા છેાડી દે એ આશા બ્યર્થ છે. એને સંસાર સ્વભાવ થઇ ગયા છે; ચિર પરિચયથી વિભાવ એ સ્વભાવ થઇ ગયા છે. એમાંથી છૂટવા માટે દેડ ઉપર અસાધારણ અકુશ અને મન ઉપર સચમ અનિવાર્ય છે.
ખાહ્ય અને અભ્યંતર તપની ગાઠવણ એવી સુઘટ્ટ રીતે કરવામાં આવી છે કે એમાં દેહ, વાણી અને મન એ ત્રણે ચેગ પર અસાધારણ કાબૂ આવી જાય. તપ એટલેા વિશાળ શબ્દ છે કે એમાં સંવરના સર્વ પ્રકારો આવી જાય છે અને તે ઉપરાંત દેહ, વાણી અને મન પર સયમ કરવાના અનેક વિધાનોના પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org