________________
નિર્જરા ભાવના– ? પરિચય –
જ. ૧. આવ અને સંવર તત્વને જે બરાબર ખ્યાલ આવ્યું હોય તો નિર્જરા તત્વમાં બહુ વિવેચનની જરૂર નહિ રહે. એને મુખ્ય આશય પૂર્વ પરિચયમાં જણાવી દીધો છે. આત્માની સાથે લાગેલાં કર્મોને દૂર કરવામાં મહા આકરો પ્રયાસ કરવો પડે તેમ છે. નવાં આવતાં કર્મોને અટકાવવા જેમ અતિ ઉપયોગી બાબત છે તેટલી જ મહત્ત્વની બાબત અગાઉનાં કર્મોને ખપાવવા તેને લગતી છે અને એ કર્મોને રાશિ પણ સાધારણ રીતે બહુ મોટે હોય છે. દરેક સમયે સાત કર્મ બંધાય છે અને ઉદયમાં આઠ કર્મ હોય છે, પરંતુ ઉદય કરતાં બંધ વધારે થતો હોવાથી જમે પાસું ઘણું મેટું થાય છે. તેને જે બારેબાર રસ્તો ન થાય તો ભાર એ છે કેમ થાય ? આ ગુંચવણવાળા સવાલનો નિકાલ હવે વિચાર કરીને લાવવાને છે અને તેની ચગ્ય વિચારણું એ આ નવમી ભાવના છે. કર્મના બંધ આત્મા સાથે થાય છે તે વખતે તેની સ્થિતિ પણ મુકરર થાય છે. એ સ્થિતિ એટલે ઉદયકાળ. કર્મવિપાક-ફળ ઉદયમાં ક્યારે આવશે તેને નિર્ણય સ્થિતિબંધ કરે છે. એ સમય પ્રાપ્ત થવા પહેલાં કર્મ પડ્યું રહે, કાંઈ પણ ફળ ન આપે તે વચગાળના સમયને “અબાધાકાળ” કહેવામાં આવે છે.
આવી રીતે અનેક ક આત્માને લાગી રહેલા હોય છે. એને ઉદયકાળ પહેલાં ઊંદિરણા કરીને ખેંચી લાવી, ઉદય સન્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org