________________
નિરા-ભાવના.
૪૫૧
(ક) કરેલ અપરાધનું ગુરૂ સમક્ષ કથન તે “આલોચન.” (ખ) કોઈપણ દોષ વિષે મિથ્યાદુષ્કૃત દેવે તે “પ્રતિકમણું.” (ગ) આલેચન અને પ્રતિક્રમણ બન્ને કરવા તે “મિશ્ર.” (ઘ) અશુદ્ધ અન્ન પાણીનો ત્યાગ કરે તે “વિવેક.” (૭) શરીર અને વચનના વ્યાપાર તજી દેવા તે “કાયેત્સર્ગ.' (ચ) દોષ લાગવાથી પ્રાયશ્ચિત્ત નિમિત્તે નવી, ઉપવાસ આદિ
કરવા તે “તપ.” (છ) દોષ પ્રમાણે દીક્ષા પર્યાય ઘટાડે અને આકરા તપ કરવા
પડે તે “છેદ.” (જ) ભયંકર પાપ થયું હોય તો ફરી દીક્ષા લેવી પડે તે મૂળ. (૪) જીવઘાતાદિ થઈ જાય તે તપ કરી ફરી દીક્ષા લેવી પડે તે
“અનવસ્થાપ્ય.’ (ગ) કોઈ મહાપાપ થઈ જાય તો આચાર્યને બાર વર્ષ જુદા
રહી શાસનની પ્રભાવના કરી ફરી દીક્ષા લેવી પડે તે
પરાંચિત. ૨ વિનય–ગુણવંતની ભક્તિ કરવી તે. ગુણની દષ્ટિએ એના સાત વિભાગ થાય છે. એમાં આશાતના દૂર કરવાની બાબત પણ સાથે જ આવે છે. (ક) “જ્ઞાન” જ્ઞાનના સાહિત્ય તેમજ જ્ઞાની પુરુષના સંબંધમાં - ભક્તિ, બહુમાન, ભાવના, ગ્રહણ અને અભ્યાસ. (ખ) “દર્શન” શુશ્રુષા અને અનાશાતના. અધિકગુણીની સેવા
ભક્તિ કરવી, સન્માન આપવું, આસન આપવું, પ્રણામ કરવા. આ સર્વ શુષામાં આવે છે. અને અનાશાતનામાં વડીલ આદિનું બહુમાન કરવું અને તેમના વાસ્તવિક ગુણે વર્ણવીને એમની કીર્તિ વધારવી તે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org