________________
ન જરા ભાવની.
૪૪૯
નિર્જરા અનેક કારણેાથી થાય છે. સંવરના પ્રત્યેક માર્ગોમાં પણ તે જ જ કારણેાને સદ્ભાવ હાય છે, પણ જ્યારે તપના પ્રકારે વિચારવામાં આવશે ત્યારે જણાશે કે એ સવાનો તપમાં સમાવેશ થઈ જાય છે. કર્મ અટકાવનાર તરીકે જે સવાનું પાછળ વિવેચન કર્યું તે જ સવરાના સંચિત કર્મો દૂર કરવામાં ઉપયોગ થાય છે અને ત્યારે તેના બાહ્ય-અભ્યન્તર તપમાં સમાવેશ થાય છે અને તે અપેક્ષાથી તે નિર્જરામાં સમાઇ જાય છે. આ વાત તપના પ્રકારામાં મ વિચાર કરતાં જણાઇ આવશે. નિર્જરા તપથી સિદ્ધ થાય છે. જૈનશાસ્ત્રમાં અહિંસા, સયમ અને તપના મહિમા સર્વોત્કૃષ્ટ ખતાન્યે છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે અને તે અહિંસા, સંયમ અને તપની ત્રિપુટીરૂપ છે. આ વાત આપણે હમણાં જ જોશું. નિર્જરા કરનાર તપને આપણે વિચારીએ.
તપના બે મુખ્ય વિભાગે! છે : બાહ્ય અને અભ્ય તર બાહ્ય તપ ખાદ્ય પદાર્થોની અપેક્ષા રાખે છે. માનસિકતષને અભ્યતરતા કહેવામાં આવે છે. બાહ્યતપ અભ્યતર તપને ખૂબ અવકાશ અને પાષણ આપે છે તેથી તેનું મહત્ત્વ તા છે જ, પણ અભ્યતરતપની વિશિષ્ટતા સ્પષ્ટ છે. એ તપના ભેદે વિચારતાં અને તેનું સૂક્ષ્મ નજરે પૃથક્કરણ કરતાં એમાં સર્વ ધાર્મિક નિયમેાને સારી રીતે સંપૂર્ણ પ્રસાર થતા દેખાઇ આવશે.
પ્રથમ આપણે બાહ્ય તાના વિચાર કરીએ. એના છ વિભાગ છે તે નીચે પ્રમાણે છે:
૧
અનશન—અશન એટલે ખાવું તે. અનશન એટલે ન ખાવું તે. અમુક વખત માટે ખાવાને ત્યાગ તે ‘ઇત્વર ’
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org