________________
४४८
શ્રીષ્ણાંતસુધારસ ઈચ્છાશક્તિના ઉપયોગથી ઈરાદાપૂર્વક કર્મને જેથી ક્ષય થાય, તેને સકામાં અથવા સકામ નિર્જરા કહેવામાં આવે છે. આગળ જે તપના ભેદો કહેવામાં આવશે તેથી જે કર્મો ખરી પડે તે સકામની કક્ષામાં આવે છે. આપણે ઈરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુના લાભ સુલભ હોય છતાં મન-વચન-કાયાના ચેગ પર અંકુશ રાખીએ તેથી સકામ નિર્જરા થાય છે. દરરોજ નિયમ ધારીએ અથવા ત્યાગબુદ્ધિએ ખાનપાનની વસ્તુ તથા વસ્ત્રાદિને ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે, એથી ઊલટું સમજ્યા વગર–ઈચ્છા વગર સહન કરીએ ત્યારે અકામનિર્જરા થાય છે. ઘોડાને ખાવાનું ન મળે કે વનસ્પતિનું છેદન-ભેદન થાય ત્યારે તે જીવાત્માએ કાંઈ ત્યાગવૃત્તિઓ મનપર અંકુશ રાખતા નથી કે ભૂખ-તરસની પીડા કે છેદનભેદનનો ત્રાસ જાણીબૂઝીને સહન કરતા નથી. તેમને જે કર્મક્ષય થાય તે અકામનિર્જરા કહેવાય છે.
અહીં જે “કામ” શબ્દ છે તે કિયા પાછળ રહેલા આશયપરત્વે છે, સમજપૂર્વકના અર્થમાં એ શબ્દ વપરાય છે એ ધ્યાનમાં રાખવું. આપણી પાસે વસ્તુને સદ્ભાવ હોય છતાં તે વસ્તુને ત્યાગભાવે છોડવાની અહીં વાત છે. કોઈ કાર્ય ફળની અપેક્ષાએ કરવું કે નિર્મમત્વ ભાવે કરવું એની તેમાં વાત નથી, પણ કામ શબ્દ કિયા કઈ રીતે થઈ છે ? સમજપૂર્વક થઈ છે કે માત્ર સહજે થઈ ગઈ છે એ હકીક્ત પર ધ્યાન આપવાનું છે. આ કારણે સકામનિર્જરા પ્રયત્નજન્ય છે, અકામનિર્જરા તે માત્ર આગંતુક હાઈ સહેજે બની આવે છે. સભ્ય જ્ઞાન સહિત વિવેકપૂર્વક કરેલ કિયાને ઊચ્ચ સ્થાન પ્રાપ્તવ્ય હાય જ એ વાત અત્ર સમજવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org