________________
પ્રકરણ નવમું
નિર્જરા ભાવના– ? પૂર્વ પરિચય –
આત્માની સાથે જે કર્મોના થર લાગેલા હોય તેનું શું કરવું? કર્મોના ત્રણ પ્રકાર વેદાંતમાં બતાવ્યા છે. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. કર્મને બંધ થાય-બંધાતાં કર્મો તે ક્રિયમાણ. એના માર્ગો આપણે આશ્રવ ભાવનામાં જઈ ગયા અને એની સામેના અટકાવ આપણે આઠમી સંવર ભાવનામાં જોઈ ગયા. જે કર્મો ઉદયમાં આવે એટલે જે પરિપાક દશાને પામે તે પ્રારબ્ધ. ઉદયમાં આવે તેને ભેગવી લેવા, પણ જેમ જમીનમાં બી વાવ્યું હોય તેને ઉગતાં વખત લાગે એવી રીતે કેટલાએ કર્મો અંદર પડયા રહે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જેનપરિભાષામાં એને “સત્તાગત કર્મો કહે છે. એનો સમય ન આવે ત્યાંસુધી એ અંદર પડ્યા રહે છે. આ કર્મોને નાશ નિરાદ્વારા થાય છે. - નિર્જરા એટલે કર્મોનું સાડવું (ખંખેરવું). જેમ વસ્ત્રને ખંખેરવાથી તેમાં રહેલ પાણી તેમજ કચરો ખરી પડે છે તેમ સત્તામાં પડેલાં કર્મોને ઉદીરણા દ્વારા ખેંચી લાવી, તેને નિરસ બનાવી દૂર કરવા એનું નામ નિર્જરા કહેવાય છે. એમાં આત્મા સાથે લાગેલા કર્મોનું સાટન થાય છે, નિર્જરા દ્વારા એ તદ્દન પાતળા પડી જઈ ચીકાશ ગુમાવી આત્માપરથી ખરી પડે છે.
નિર્જરા બે પ્રકારની છે: “અકામા” અને “સકામાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org