________________
શ્રી શાંતસુધારસ
છે તેને ત્યાગ કરવાના જુદા જુદા રસ્તા બતાવ્યા છે. મનને આ ઝેક ફેરવો પડે તેમ છે, પણ વિચારણાને પરિણામે એને ફેરવ્યા પછી ખૂબ આનંદ આવે તેમ છે. એ આનંદને સાચો ખ્યાલ સાંસારિક પ્રાણીને આવા મુશ્કેલ છે. લાભઅલાભમાં મનને એક સરખું રાખવું, શત્રુ-મિત્રને એક કક્ષામાં મૂકવા, નિંદા-સ્તુતિ કરનાર ઉપર જરાપણ રેષ કે તેષને અંશ અંદરથી પણ થવા દેવો નહિ. એ સર્વ સામાન્ય જનપ્રવાહથી એટલી ઉચ્ચ ભૂમિકા છે કે કદાચ થોડો વખત એ ભૂમિકાએ પહોંચવામાં મુશ્કેલી જણાશે; પણ વધારે વિચારશાએ એ ખાસ પ્રાપ્ય લાગશે. પ્રયત્ન એ સાધ્ય છે–શક્ય છે. ત્યાં પહોંચનાર આપણા જેવા જ આત્માઓ હતા એ વાત ખાસ લક્ષમાં રહેવી જોઈએ.
વિશેષ વિચારણા માટે સંવરના બે વિભાગ કરવામાં આવ્યા છે. “દ્રવ્યસંવર” અને “ભાવસંવર.” કર્યગ્રહણ કરવાને જેથી વિચછેદ થાય તેને દ્રવ્યસંવર કહેવામાં આવે છે. સંસાર નિમિત્ત ક્રિયાથી વિરતિ–અભાવ થાય તેને ભાવસંવર કહેવામાં આવે છે. ખૂબ વિચારવા જેવું છે. કર્મને આવતાં અટકાવવા માટે આપણે આટલે બધે વિચાર કર્યો તે સર્વ દ્રવ્યસંવર છે. મતલબ સમિતિ, ગુપ્તિ, પરીષહ કે યતિધર્મો એ સર્વ દ્રવ્યસંવર છે. એથી કર્મ આવતાં અટકે છે. ભાવસંવર તે સંસાર વધારનાર કિયાથી જ બરાબર અટકી જવાય તે છે. મતલબ ભાવસંવર કરનાર તો સંસાર સંબંધી ક્રિયાને જ ત્યાગ કરી દે છે. જે ખરેખર પ્રસાદ પ્રાપ્ત કરેલ હોય અને સાથે પોંચવું હોય તો આ સંસાર નિમિત્ત ક્રિયાઓથી વિરતિભાવ પ્રાપ્ત કર્યા વગર છૂટકે જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org