________________
૪૪૩,
સંવરભાવના.
યતિધર્મની વાત તો શી કરવી? એના નામથી પણ આનંદ, થાય તેમ છે. માત્ર ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ એ નામોમાં જ એવો ચમત્કાર છે કે એનામાં અખંડ શાંતિ હોય એ પ્રત્યક્ષ દેખાય તેવી વાત છે. એની અંતર્ગત જે ચારિત્ર છે તે પરમ આનંદનું સ્થાન છે અને સમિતિ ગુપ્તિની વાત તો આત્માને શાંત કરી દે તેવી છે. એક એક સંવરની ભાવના કરતાં મનમાં જે અનિચ્ચ આનંદ થાય છે તે ખરેખર અનુભવવા ગ્ય છે.
પરીષહની વાત ખાસ સમજવા જેવી છે. એમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ જ્યારે સ્વવશપણે આનંદથી અનુભવીએ છીએ ત્યારે કેવો આનંદ થાય છે? કકડીને ભૂખ લાગી હોય છતાં નિરવદ્ય આહાર પ્રેમપૂર્વક મળે તો જ લેવાય અને નહિ તો અંદરની શાંતિથી ચલાવી લેવાય એવો ત્યાગભાવ આવે ત્યારે શી મણ રહે? શ્રી વીરપરમાત્માને પાર વગરના ઉપસર્ગો થયા. એની વિગત વાચતાં પણ રોમાંચ ખડા થાય છે. શૂળપાણિ અને સંગમદેવે ઉપસ કર્યા અને પ્રભુના કાનમાં ખીલા ઠેકાણા પણ એની શાંતિ તો જુઓ ! છ માસ ઉપસર્ગો કરી સંગમ દેવતા ગયો ત્યારે પ્રભુની આંખમાં પાણી આવી ગયા, પણ તે ઉપસર્ગના દુઃખથી નહિ કિન્તુ એ સંગમ પોતાના આત્માનું કેટલું અહિત કરી ગયો એ જાતની ઉત્તમ કરૂણાબુદ્ધિથી !
આ તો ભૂતદયાનું અપ્રતિમ દષ્ટાંત છે. ચંડકોશિયાને ઉપદ્રવ પણ એ જ ભયંકર હતે. ગમે તેવા ઉપસર્ગ થાય, લાલચે થાય કે પ્રાણુત કષ્ટ આવે પણ લીધેલ નિયમથી ચલિત ન જ થવાય એવી દઢતા પ્રાપ્ત થાય તો મોક્ષ હાથમાં જ છે.
સંવરની આખી ભાવનામાં ત્યાગભાવને મુખ્ય સ્થાન છે. એમાં જે વસ્તુ કે સંબંધને ખોટી માન્યતાથી પોતાના માન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org