________________
શ્રી શાંન્ત સુધારસ
એક બાજુએ કર્મની આવક જોઇને ગભરાઈ જવાય તેવુ છે, પણ બીજી ખાજુએ એની સામે લશ્કર પણ એવુ જ જખરૂ તૈયાર કરી શકાય તેમ છે. આશ્રવના ૪૨ ભેદ છે તે સવરના ૫૭ છે. સાંસારિક જીવાને જેમ પૈસા, સ્ત્રી, પુત્ર અને વ્યાપારની લાલસા લાગે છે તેવી જ તીવ્રતાથી જો એને યતિયાં કે ચારિત્ર વિગેરે સવા તરફ લગની લાગે તે માહુરાજાનુ જોર તૂટી જાય તેમ છે અને પ્રાણી કર્મના આવતા પ્રવાહ સામે પાળ બાંધી શકે છે. સાંસારિક કાર્યમાં જે ઉદ્વેગ, મુઝવણ અને આંતરવિકાર છે તેનું અસ્તિત્વ સવરના એક પણ વિભાગમાં દેખાશે નહિ. સામાયિક લઇને બેઠા હાઇએ ત્યારે જે શાંતિના અનુભવ થાય છે, ચારિત્ર પાળનારને જે આંતરરાજ્ય મળે છે અથવા ભાવના ભાવતી વખતે મન જે આધિદૈવિક સુખ અનુભવે છે તે સંસારમાં મળવું અશકય છે. એ આખી દશા જ અનેાખી છે, એની ભવ્ય કલ્પના પણ વચનાતીત છે.
૪૪૨
સદ્દભાવનાશાળી શ્રાવક વિચાર કરે કે મારા કયારે ઉદય થશે અને હું આ સંસારની સર્વ ઉપાધિ છેડી સર્વસ્વના ત્યાગ કરી આત્મારામમાં કયારે રમણ કરીશ ?’ આવી ભાવના ભાવે, અંતરથી એના પર પ્રેમ રાખે અને એ આદશે પહાંચવા અંતરથી ઇચ્છા રાખે. એને નિર્જન સ્થાનમાં ધ્યાન કરવાના કાડ થાય, એ આત્માના અમરત્વને ચિંતવે, એ ચારિત્રની આરાધ્યતા વિચારે અને એની તીવ્ર ભાવના કર્માંના છેદ કરી મેાક્ષ પ્રાપ્ત કરવાની હાય. અને સંસારના રગડા-ઝગડામાં કદી આનંદ આવે જ નહિ. એનામાં અપૂર્વ શાંતિ હાય અને આવેશને પ્રસંગે એના પેટમાંથી પાણી પણ હાલે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org