________________
સંવરભાવના.
૪૪૧
આશ્રના ગરનાળાં ઈદ્રિય, કષાય, અવ્રત, યે અને પચીશ ક્રિયારૂપ છે.
તેને અટકાવવાનાં કાર સમિતિ, ગુપ્તિ, યતિધર્મો, ભાવના, ચારિત્ર અને પરીષહ છે.
ઇંદ્રિયો પર વિજય મેળવવા માટે યતિધર્મ પૈકી સંયમને ખાસ ઉપયોગી છે અને ગુપ્તિને તથા પરીષહોનો પણ ઉપગ કરી શકાય છે.
ક્યાય પર વિજય મેળવવા માટે મને ગુણિને ઉપગ અને ભાવનાઓનો ઉપગ છે તથા યતિધર્મોને પણ એમાં એટલે જ ઉપયોગી ભાગ છે.
અવિરતિના વિજય માટે યતિધર્મો અને ચારિત્ર આવશ્યક છે. તેના પેટામાં બાવીશ પરીષહોને ખાસ સ્થાન છે.
ચગે પર વિજય મેળવવા માટે સમિતિ-ગુણિને મુખ્ય સ્થાન છે અને યતિધર્મો તથા ચારિત્રને આનુષંગિક તરીકે એટલું જ ઉપયોગી સ્થાન છે.
મિથ્યાત્વ કર્મબંધમાં જે ભાગ ભજવે છે તેનું નિવારણ ચારિત્ર, યતિધર્મો અને અંતર્ગત પરીષહાથી શક્ય છે.
આ આખા વિશાળ ક્ષેત્રમાં ફરવા માટે બાર ભાવનાને મુખ્ય સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે કે એના પ્રકારની અનુપ્રેક્ષા વગર ખરી વસ્તુસ્થિતિ કદી પ્રાપ્ત થઈ શકતી નથી.
બાકી એકંદરે જોઈએ તે પ્રત્યેક આશ્રવને બંધ કરવા માટે સંવરમાંથી ઘણુંખરાને જુદી જુદી રીતે ઉપયોગ કરવો જરૂરી છે. એ વગર આપણું સ્થિતિ ખરેખરી સુધરી શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org