________________
४४०
શ્રી શાંતસુધાર. સંવરને પંથ મેક્ષપ્રાપ્તિને સદુપાય છે. ઉપાયે નીચે પ્રમાણે છે –
જ્ઞાન-દર્શન–ચારિત્ર એ રત્નત્રયની પરમ આરાધના કરવી. વિષયના વિકારને દૂર કરવા. અકષાયી ભાવ ધારણ કરે. ઉપશમ રસનું અનુશીલન કરવું. સંસાર પર વિરાગ-વૈરાગ્ય ધારણ કરે. કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ ન કરવા. માનસિક ભ્રમણાને વિરોધ કરવો. સંયમયગમાં નિરંતર પ્રવૃત્તિ કરવી. કાયાને-શરીરને બને તેટલા સારા કાર્યમાં લાભ લે. વિવિધ પંથમાંથી સત્ય માર્ગ શોધીને સ્વીકારો. બ્રહ્મચર્ય વ્રતને સર્વીશે આદરવું. ગુરૂમહારાજ પાસેથી સદુપદેશ ગ્રહણ કરવો. અધ્યવસાયની નિર્મળતા સંયમથી અને આગમના જ્ઞાનથી
કરવી.
ચેતનના ગુણ તથા પર્યાયને બરાબર ઓળખવા. તીર્થકર મહારાજના ચરિત્રના ગાન ગાવાં.
આ મુખ્ય મુદ્દાઓ તરફ લેખશ્રીએ ધ્યાન ખેંચ્યું છે અને ભાવનાને રસ જમાવ્યું છે. આપણે તેને સમુચ્ચયે ખ્યાલ કરી જઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org