________________
સંવભાવગ્ના.
૪૪૫
પ્રાણનાચેતનના વિકાસમાં સંવરને અતિમહત્ત્વનું સ્થાન છે. એમાં માનસિક ઘણું દ્વાર બંધ કરવાનાં હોય છે અને તેની ચાવીઓ ત્યાંથી જ મળી શકે તેમ છે. ચાલ્યા આવતાં કર્મોને અટકાવવાના એ સિદ્ધ ઉપાય છે. પોતાને કઈ જાતનાં કર્મો સાથે વધારે સંબંધ છે અને ક્યા ઉપાયે વધારે ઉપયોગી નીવડી શકશે એ પ્રત્યેક વ્યક્તિએ શોધી લેવાનું છે, પણ એ સર્વમાં ત્યાગભાવ, સંસાર પર વિરાગ, ઉપશમભાવને આદર, અકષાયી વૃત્તિ, આશ્રવના માર્ગો પર વિજય અને શુદ્ધ દેવ–ગુરૂ-ધર્મનું શ્રદ્ધાન અથવા સમ્યક્ત્વ એ તો સાર્વત્રિક હોવા ઘટે. ચર્ચા નાની નાની વિગતેમાં શક્ય છે, પણ મૂળ મુદ્દાઓ તે સર્વને બરાબર લાગુ પડે તેમ છે. સંસાર પર સાચો હદયનો નિર્વેદ આવે અને હૃદયપૂર્વક ત્યાગભાવ પર પ્રીતિ થાય તો આશ્ર ગમે તેવા જબરા હોય અને મહરાજ ગમે તે બળવાન હોય તે પણ આખરે એને બાંધી શકાય તેમ છે. સંવરના પ્રત્યેક માર્ગ પર અનુપ્રેક્ષા કરવાથી આવતાં કર્મોને તો અટકાવી શકાય છે. હવે પ્રથમના લાગેલાં કર્મોને ભાર પણ આકરે તો છે તેને રસ્તે શ કરે તે પણ તુરતમાં વિચારવામાં આવશે. હાલ તો વારંવાર વિચાર કરીને ઉઘાડા દરવાજાઓને બંધ કરી ચેતનજીને ભારે થતો અટકાવ અને અત્ર વર્ણવેલા આદશ ઉપાયોને ખૂબ ભાવી ભાવીને-વિચારી વિચારીને અજમાવ. વ્યવહારની ઉક્તિ છે કે “પપ્પા પાપ ન કીજીએ, તો પુણ્ય કીધું એ વાર.” બીજું કાંઈ ન બને તે પણ નવાં કર્મ વધારીએ નહિ તો પણ રસ્તે સરળ થાય તેમ છે, ભાર ઓછો થાય તેમ છે અને સાયનું સામીપ્ય થાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org