________________
સંવર-ભાવના.
૪ર૭
આ આત્મનકાને નિર્વાણપુરીએ–મેક્ષનગરીએ પહોંચાડવી છે. એને ઉપરની ત્રણ બાબતે બરાબર લાગુ પડે છે.
પ્રથમ તો એ સુપ્રતિષ્ઠાનશાળી હોવો જોઈએ. વહાણનો મધ્ય ભાગ બરાબર દરિયાને લાયક હો ઘટે. એ પ્રમાણે એણે સુંદર વ્રત ઘેર્યાદિ ગુણ કેળવી પિતાના વહાણને દરિયાની–સંસારસમુદ્રની મુસાફરીને એગ્ય બનાવવું જોઈએ. આ પ્રથમ શરત થઈ.
બીજી વાત એ કે આપ્ત પુરૂષોનાં વાક્ય પર શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક બાબતમાં કાંઈ પોતે પ્રગ કે ચર્ચા કરી શકતો નથી. આપ્તની આતતા કટીથી કરી તેના વાકયમાં શ્રદ્ધા રાખવી એ જ એને માટે માર્ગ છે. જેમનામાં રાગદ્વેષ ન હોય તે આત. તેમનાં વચને શોધી તેમાં શ્રદ્ધા રાખવી. આ ખરેખર સઢ છે. આપ્તવાક્યાંતર્ગત અનેક બાબતો અત્રે પ્રસ્તુત થાય તે વિચારી લેવી. અત્ર તે લખવા માંડીએ તે ઘણે વધારે થઈ જાય. આવા સઢને આશ્રય કર્યા વગર કદી ભવસમુદ્રનો પાર પમાય તેમ નથી. એ આશા વ્યર્થ છે.
અને ત્રીજી વાત તે અનુકૂળ પવન છે. શુદ્ધ ચગે એ પવન છે. એમાંથી જ્યારે આ જીવને પોતાને પ્રેરણા મળે, એના મનવચન-કાયાના ગેમાં એકતા આવી જાય, એની અશુભ યોગપ્રવૃત્તિ અટકી જાય એટલે એનું વહાણ સડસડાટ આગળ વધવા લાગે છે.
આવી રીતે જીવવહાણ–આત્મજહાજ મજબૂત હોય, સઢ સુંદર દઢ હોય અને પવન અનુકૂળ વાય તો એ સપાટાબંધ ભવસમુદ્રના જળને તરી જઈને નિર્વાણપુરીએ પહોંચી જાય છે. જે તારે ભવસમુદ્રને પાર પામ હોય તે આશ્રવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org