________________
૪૬
શ્રી શાંત-સુધારસ
અને રસ્તાએ શેાધવા. યેાગગ્રંથામાં યમ, નિયમ, આસનાદિ માગે અતાવ્યા છે તે ખૂબ સમજવા ચેાગ્ય છે. · મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું” એ સાચી અને ખાસ જરૂરી વાત છે અને તેથી જ યાગાને અજચ્ચ કહ્યા છે, એટલે કે એના પર જય મેળવવા મુશ્કેલ છે પણ સાથે જ ધ્યાનમાં રાખવું કે એ જય અશકય નથી.
આ સંવર માગે પ્રવર્તન કરવાથી ઇષ્ટ મેાક્ષસુખ જરૂર મળે તેમ છે માટે ચેગેા પર વિજય મેળવવેા. આ સંવર મા મહા રાજયોગ હાઇ ખૂબ વિચારવા જેવા અને ભાવવા જેવા છે, ખરેખર જીવવા જેવા છે. એના વિકાસમાં જીવનયાત્રાની સફળતા સમાયેલી છે અને આશ્રવા સામે દ્વારા બંધ કરવાનુ એ પ્રમળ સાધન છે માટે એમાં પ્રયત્ન જરૂર કરવા.
૩. ૫. ટૂંકામાં વાત કરતાં ઉપર જણાવેલી રીત પ્રમાણે જ્યારે તદ્ન નિર્મળ હૃદયપૂર્વક આશ્રવાને રોકવામાં આવે ત્યારે એક ઘણુ સુદર અતિ વિશિષ્ટ પરિણામ નીપજાવી શકાય ઢે અને તે ઇષ્ટ તથા પ્રાપ્તવ્ય છે. અહીં આ જીવને આત્માને વહાણનું રૂપક આપી વાત ચલાવે છે.
પ્રથમ તા આશ્રવાના રૈધને અમલ હૃદયથી કરવાના છે. એથી કર્મોને મધ અને મળની ઉત્પત્તિ અટકી જાય છે. મળને વધારે ન થાય એ જ કાર્ય સંવરનું છે અને તે આશ્રવને રાધ થયે પ્રાપ્તવ્ય છે.
વહાણને ઇષ્ટ સ્થાને પહેાંચવા માટે ત્રણ વસ્તુની જરૂર છે. વહાણ પેાતે દિરયાને યેાગ્ય હાવું જોઇએ, એના સઢ ખરાખર હાવા જોઇએ અને એને પવન અરામર લાગવા જોઇએ. એમ થાય તે। એ દરિયાના ભયેાને આળગી ધારેલ અંદરે પહોંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org