________________
૪૦૮
શ્રી શાંતસુધારસ (૨) અમુક શ્રુતને અભ્યાસ કર્યા પછી પાકી (વડી) દીક્ષા
આપવામાં આવે તે “છેદો પસ્થાપન” ચારિત્ર. તેના
પણ બે પ્રકાર છે. (૩) “પરિહારવિશુદ્ધિ” નવ સાધુ ગચ્છમાંથી બહાર નીકળી
આકરે તપ યથાવિધિ કરે તે. છટ્ટે સાતમે ગુણઠાણે હાય. (૪) “સૂમસપરાય” કોધ, માન, માયા સર્વથા જાય, લે
ભને અલ્પ અંશ રહે તે ચારિત્ર દશમે ગુણઠાણે હાય. (૫) “યથાખ્યાત” કષાચો સર્વથા નાશ પામે ત્યારે એ
વીતરાગ ચારિત્ર પ્રાપ્ત થાય છે. એ અગ્યારમે–બારમે
તેરમે અને ચિદમે ગુણસ્થાનકે હાય. આ રીતે સમિતિના પ, ગુપ્તિના ૩, યતિધર્મોના ૧૦, ભાવનાના ૧૨, પરીષહના ૨૨ અને ચારિત્રના ૫ મળીને સંવરના પ૭ પ્રકાર છે.
આ પ્રત્યેક પ્રકાર પર ખુબ વિવેચન કરી શકાય તેમ છે. એનું વિસ્પષ્ટ વિવેચન શ્રી સિદ્ધર્ષિ ગણિએ કર્યું છે. ત્યાં વિવેક પર્વત ઉપર ચારિત્રરાજ જે આ પરિવાર વર્ણવી બતાવ્યા છે તે સંવર છે.
એની સમિતિ ગુપ્તિ કેવી સુંદર છે? એને પ્રવચનમાતા કહેવામાં આવે છે. એની ભાવના પૈકી પ્રત્યેક શાંતિનું વાતાવરણ ફેલાવે છે. એના યતિધર્મો અદ્ભુત છે, એના પરીષહે દુર્ગમ છે અને સર્વના શિખર ઉપર ચારિત્રરાજ બિરાજે છે. એક વખત બે ઘડીનું સામાયિક કરતા આનંદ થઈ જાય છે અને આખો દિવસ એની લહેજત મનમાંથી જતી નથી તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org