________________
૪૦૪
શ્રી શાંતસુથાર (૩) “શીત” ઠંડી. શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તો પણ
શાસ્ત્રમર્યાદાથી વધારે વસ્ત્ર ન રાખે. ઠંડીના પ્રહાર
સહન કરે. અગ્નિવડે તાપે નહિ. (૪) “ ઉણ ગરમી. ઉન્હાળામાં ગરમી લાગે તો પવન
નાખે નહિ, વીંજણે ચલાવે નહિ, વીજળીના પંખાને ઉપગ કરે નહિ. ગરમી સહે. સ્નાન, વિલેપન કે
છત્રીને આશ્રય ન લે. (૫) “ દંશ ” ડાંસ, મચ્છર, જૂ, માકડના પરિષહ થાય
તે સમભાવે સહન કરે, મનમાં જરા પણ ખેદ ન કરે
તેમજ તે જીવે પર દ્વેષ ન કરે. (૬) “અચેલક” જીર્ણપ્રાય વસ્ત્રો શાસ્ત્રના ફરમાન મુજબ
મૂછ ભાવ રહિત રાખે, તેના ઉપર આસક્તિ ન રાખે,
વધારે વસ્ત્રો મેળવવાની કે સંગ્રહવાની ઈચ્છા ન કરે. (૭) “ અરતિ ” કંટાળે. સંયમ પાલન કરતાં અનેક પ્રસંગે
કંટાળો ઉપજે તેવા બનાવો બને તેને વશ ન થાય. એ પ્રસંગે એ હૈયે ઘરે, યતિધર્મોને ધાવે અને દેશવૈકાલિકમાં બતાવેલ અઢાર વસ્તુનું ચિંતવન કરે. જરા
પણ કંટાળો લાવે નહિ. (૮) “સી” સ્ત્રીનાં અંગો પ્રેમથી જુએ નહિ, તેની પ્રાર્થના
તરફ ધ્યાન આપે નહિ, કામબુદ્ધિ કરે નહિ. સાધ્વીએ
આ હકીકત પુરૂષ માટે સમજવી. (૯) “ ચર્ચા ” વિહાર. અપ્રતિબદ્ધ વિહાર કરે, એક સ્થાને
વધારે વખત રહે નહિ. રાગાદિ કારણે તુરત અન્યત્ર ચાલ્યા જાય. વિહારથી થાકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org