________________
સંવરભાવના,
૪૦૫
(૧) “મેધિકી ” (નિષદ્યા) સ્થિર આસન કરી શાન
કાયેત્સર્ગાદિ કરતા હોય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તો પણ આસનનો ત્યાગ ન કરે, ભયથી ડરે નહિ,
ગભરાઈ જાય નહિ અને અડાલપણું તજે નહિ. (૧૧) “શય્યા” સૂવાની જગ્યા ઉંચી-નીચી હાય, હવા વગરની
હાય, સુકોમળ ન હોય તે તેથી ઉગ ન પામે,
સૂવાની સર્વ અગવડે ખમે. (૧૨) “ આક્રોશ ? કોઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવાં વચન
કહે એ સર્વ પ્રસંગે મનમાં ક્રોધ આણે નહિ. શાંતિ
ધારણ કરે. (૧૩) “ વધ ” કઈ લાકડી વિગેરે મારે, ચાબખા મારે અને
ચાવત્ વધ કરવા સુધી જાય પણ એના પેટમાંથી પાણું
હલે નહિ. શરીરના દુઃખને એ ગણે નહિ. ( ૧૪ ) “ યાચના ' (ભિક્ષા) સંયમનિર્વાહ માટે વસ્ત્ર કે
વસતિ માગતાં મનમાં ખેદ પામે નહિ, પોતે કેમ ભિખ માગે એ ખ્યાલ પણ ન કરે. એનામાં દીનતા
કે અભિમાન બને ન હોય. (૧૫ ) “ અલાભ ? જરૂરી વસ્તુ ન મળે, હોય છતાં આપે
નહિ તે તેથી મુંઝાય નહિ. ઉદ્વેગ કે વિષાદ ન કરે.
અલાભને એ સાચો તપ ગણે. ( ૧૬ ) “ ગ” વ્યાધિ થઈ આવે તે જરાપણ વ્યાકુળ ન
થાય, કર્મને દેષ વિચારી તેની પીડા શાંતિથી ખમે, હાયવોય કદી કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org