________________
૪૦૦
શ્રી શાંતસુધારસ
'.
:
M
3. C
* *
નવા કર્મના રોકાણને–દ્રવ્ય સંવર કહેવાય છે અને સમિતિ વિગેરેથી શુદ્ધ ઉપયોગ થાય, તે દ્વારા ભાવકર્મોનું રેકાણ થાય અને આત્મપરિણામ જાગૃત થાય એ ભાવસંવર કહેવાય છે.
આશ્રવના ગરનાળાં બંધ કરનાર સંવરો છ પ્રકારના છે
૧. સમિતિ. ૨. ગુપ્તિ. ૩. યતિધર્મો. ૪. ભાવના. (અનુ. પ્રેક્ષા. ) ૫. પરિષહજય. ૬. ચારિત્ર.
આ પ્રત્યેકને વિસ્તારથી સમજવાની ખાસ જરૂર છે.
૧. સમિતિ. વિવેક્યુક્ત પ્રવૃત્તિને સમિતિ કહેવામાં આવે છે. એમાં સક્રિયાનું પ્રવર્તન હોય છે. સમ્યક્ પ્રકારની ચેષ્ટા એટલે સમિતિ. આમાં એક તે કિયા પોતે નિર્દોષ હેવી જોઈએ અને બીજું તેમાં પ્રવર્તન વિવેકપૂર્વકનું હોવું જોઈએ. તેના પાંચ વિભાગ છે. ( ૧ ) સાડાત્રણ હાથ આગળ જમીન ઈ કઈ જીવને કલેશ
- ન થાય તેમ સંભાળપૂર્વક ચાલવું તે “ઈ સમિતિ ( ૨ ) સત્ય, પ્રિય, હિત, જરૂરી ( મિત ) અને તથ્ય વચન
બાલવું અથવા નિરવદ્ય વચન બોલવું તે “ભાષા સમિતિ આ સાચું બેલે, પૂરેપુરું સાચું બેલે અને સાચા સિવાય - કાંઈ ન બોલે. એમાંના પ્રથમના બેને સમિતિમાં સ્થાન તે છે અને ત્રીજાને ગુમિમાં સ્થાન છે. ( ૩ ) જીવનને જરૂરી સાધનો-વસ્ત્રો, રહેવાનું સ્થાન, પાત્ર,
વિગેરે દેષ વગરના શોધી લેવા તે એષણું સમિતિ (૪) કોઈ પણ ચીજ લેતી વખતે અન્ય નાના જીવને પણ કલેશ
ન થાય તેવી રીતે જ પ્રમાજીને લેવી અને મૂકવી તે “આદાનનિક્ષેપણું સમિતિ.”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org