________________
મરણુ આઠમું
પૂર્વ પરિચય.
સવર ભાવના
આશ્રવ ભાવનામાં કર્મ ને આવવાના માર્ગ આપણે વિચાર્યું. કુદરતી રીતે આપણે ચારે તરફનાં ગરનાળાં જોઈ ગભરાઈ જઇએ એમ લાગ્યું. હવે ગરનાળાંનાં દ્વારા અંધ કેમ કરી શકાય તેને માટે “ સવર ’ભાવના કહે છે. આશ્રવા જે ખારણાં ઉઘાડા મૂકે છે તેને બંધ કરવા તે સંવર ’કહેવાય છે. આવનિìધઃ સંવરઃ ( તરવાથ ) આશ્રવને વિચાર કરતાં એને હેય–તજવા ચેાગ્ય તત્ત્વ ગણ્યુ હતુ. સંવરો સર્વ ઉપાદેય વિભાગમાં આવે છે. એ પ્રત્યેકને વિચાર કરતાં મનમાં શાંતિ થતી જશે. જાણે આપણે મહાન સાધ્ય સાધવાના સાચા ખ્યાલમાં આપણી જવાબદારી સમજીને સ્વાત્કર્ષ સાધવા ત્યાગ કરી રહ્યા છીએ, અને ખાદ્યભાવ તજી અંદર ઉતરી ગયા છીએ ! એવા ખ્યાલ આ આખી ભાવનામાં જરૂર આવશે. એમાં કાઇ સ્થાનકે ઘસારા બાહ્ય નજરે લાગશે તે તેમાં પણ દિવ્યતા, ભવ્યતા, સાધનસાપેક્ષત્વ જણાશે. એની વિચારણા કરતાં જાણે આપણે કાઈ ખરા મહાન કાર્ય સાધવા માટે અંતરનાદથી લાગી ગયા છીએ એવા ભવ્ય ખ્યાલ થશે. આ આખી ભાવના બહુ સુંદર હકીક્ત પૂરી પાડે તેવી છે તે આપણે જોશું. અહીં પૂર્વ પરિચયમાં સવરાને આળખી લઈએ. પછી એક ચિત્રપટ રજી કરી પ્રત્યેક આશ્રવનું દ્વાર કયા સવરથી બંધ થઇ શકે તેમ છે તેના સમુચ્ચય ખ્યાલ કરશું.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org