________________
શ્રીશાંતસુધારસ છે. કર્મોને ગ્રહણ કરીને એ તારામાં નકામે કચરે વધારે છે . અને તને જ્યાં ત્યાં તરફડાવે છે. એને બરાબર ઓળખી લે.
એક મિનિટમાં કરેલાં વર્તને કર્મફળ લઈ આવે છે ત્યારે તે વરસો સુધી ભેગવવા પડે છે. પાંચ મીનિટ અત્યાચાર ( Rape ) કરનારને પાંચ વર્ષની સખ્ત મજુરી સાથે જેલયાત્રા થાય છે. દશ આનાની ચોરી કરનારને ત્રણ વર્ષની જેલ મળે છે. ગરનાળાં ઉઘાડાં મૂકવાનું આવું પરિણામ આવે છે. મનવચન-કાયાના ગે અને કષાયેની જેવી તરતમતા હોય છે તેવી રસાળતા કર્મની થાય છે. સારા અને ખરાબ કર્મો કેટલીક વાર હજારગણો, લાગણે ફલાસ્વાદ આપે છે.
આ રીતે વિચાર કરતાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ખબ કર્મોને લઈ આવે છે અને ચેતનને ભારે કરે છે. પ્રાણ હાલતાં ચાલતાં જૂઠું બોલે છે કે મૈથુનની ઈચ્છા કરે છે અને પરિગ્રહ એકઠા કરવામાં તે એને કદી સંતોષ થતો જ નથી. કષાયે, યોગે, અવિરતિભાવ અને ઇન્દ્રિયના વિષયેથી આ પ્રાણ પ્રબ રખડે છે. એને મને વિકારેમાં ખૂબ મજા આવે છે. એ કષાયાધીન થાય છે ત્યારે એને કોઈ જાતને અકુંશ રહી શક્તા નથી અને હાસ્યાદિમાં પડી જાય છે ત્યારે પણ એ પિતાનું મહાન સ્થાન વિસરી જાય છે. તે વસ્તુત: સર્વજ્ઞ–સર્વદશી થવાની તાકાત ધરાવનાર આ ચેતન કેવી બાબતમાં રસ લે છે તે તે વિચારે. એના જેવા વિષમાં મજા લે એ તે શોભતી વાત પણ ન ગણાય. એ રીતે તે એના સર્વ આદર્શ ખલાસ થઈ જાય. એ કષાયમાં પડી જાય છે ત્યારે કેવો લાગે છે? એ તે તપાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org