________________
આવભાવના.
૩૫
તારા ચેતનને સમજાવી–સમજાવીને કહે અને વારંવાર કહ્યા કરીશ તો એ ચેતનછ સમજતા થઈ જશે. ઉપર ઉપરની ભાવના ભાવવામાં કાંઈ વળશે નહિ. સેંથીએ સેંથીએ તેલ ઘાલે તેમ એને વારંવાર કહ્યા કરજે અને એમાં ખરે રસ લેજે, જીવનને હાવો હાજે અને ભવિષ્યના ઉત્કર્ષના પાયા રેપી દેજે.
કેવી રીતે આશ્રવ ભાવના ભાવવી ? ચેતનજીની સાથે નીચેની મતલબની વાત કરવાથી એ ભાવના ભાવી શકાશે.
હે ચેતન ! તારે બેટા અભિનિવેશ કયાં સુધી કરવા છે? તું સાચા દેવ-ગુરૂ–ધર્મને બરાબર ઓળખ. તારે કઈ જાતની શંકાઓ હોય તો વગરસંકેચે સદ્દગુરૂને પૂછ. સંશય ચલાવી લઈશ નહિ અને સંશયમાં ઘસડાઈ જઈશ નહિ. સોનાની પરીક્ષા કરજે, પણ પરીક્ષા કરીને સાચાને આદરજે. પરીક્ષામાંથી પાર ન ઉતરે તેવું સોનું તારે કામનું નથી. તાપથી, કષથી, છેદથી તું તપાસી છે અને પછી આદર. તું જરા વિચાર કર. તને અત્યારે સમજવાની શક્તિ મળી છે, સારા ક્ષેત્રમાં તારો જન્મ થયો છે, તને શરીરની સગવડ મળી છે, પૃથક્કરણ શક્તિ, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ પ્રાપ્ત થઈ છે તેને તું ઉપયોગ કર. સત્યને શોધ અને શોધીને વગર સંકોચે તેમાં તન્મય થઈ જા. ડામાડોળપણમાં તે બહુ ખેડયું છે. તું ખાસ કરીને વિચાર. તને આ સંસારમાં કેણ રખડાવે છે ? તારી જે આ મહાબળવાન આત્મા આવી રીતે ઢંગધડા વગર રખડે અને પવન આવે તેમ ઘસડાઈ જાય અથવા ટેનીસના બેલની જેમ સામસામી બાજુએ ધકેલાય એ સ્થિતિ તને ગમે છે? એ સ્થિતિ કરનાર કણ ? તને ભારે કરનાર આશ્રવ છે તેને તું બરાબર ઓળખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org