________________
આશ્રવ ભાવના.
૩૯૩
છે તેનુ વર્ણન આગળ થઈ ગયું છે. વિચાર વગર, કારણ વગર મેાલવાનુ કામ કરનાર મહા ઉપાધિએ વહારી લે છે અને મન તા ખરેખર મર્કટ જ છે. એ તે જ્યાં ત્યાં દોડ્યા કરે છે. સામાયિકમાં બેઠા હાઇએ ત્યાં એ અમેરિકા દોડી જાય છે અને જેલમાં હાઇએ ત્યાં વિનાકારણ હાઇકામાં આંટા મારે છે. એને ઠેકાણે લઈ આવવુ વધારે મુશ્કેલ છે. આનદધનજી જેવા ચેાગીએ ફિરયાદ કરે છે કે ‘મનડું કિમહી ન બાઝ હા થુજિન !” અને પછી કહે છે કે ‘જેમ જેમ જતન કરીને રાખુ, તેમ તેમ અળગું ભાજે. ’ આવુમન છે અને એની સાથે એની મારફત કામ લેવાનુ છે.
આ પ્રમાણે હકીકત હાવાથી આશ્રવા પર વિજય મેળવવા પ્રયત્ન કર. કોઇ પણ પ્રકારે મિથ્યાત્વ હાય તા દૂર થાય તેમ કર, વિરતિ ભાવ આદર, ઇંદ્રિયાના સયમ કર, કષાયા પર વિજય મેળવ, ચેાગાને કબજામાં લાવ, ગરનાળાં બંધ કર, નહિ તે। વાત મારી જશે અને તુ ખરેખર રખડી પડીશ. નકામી આળપ ંપાળ છેડી દે અને અનુભવજ્ઞાન પ્રાપ્ત કર, અનેા લાભ લે અને આશ્રવાને ખરાબર ઓળખી લે.
-
૭. એક ખાખત ગેરસમજુતી થાય તેવી છે તે પણ કહી દેવાની જરૂર છે. ચાગાના શુદ્ધ ઉપયોગ થાય તે તેથી શુભ કર્મીના અંધ થાય છે. સારી ક્રિયા કરવાથી શુભ કર્મ બંધ થાય છે અને તેથી સાતાવેદનીય, દેવગતિ, દીર્ઘ આયુષ્ય, સુંદર શરીરાદિ મળે છે, પણ વિશેષ ઊંડી નજરે જોતાં એ પણ બંધન છે. સેાનાની ખેડી પણ આખરે એડી છે અને મોટા મહેલમાં કેદ રાખે તેા પણ તે આખરે જેલ જ છે. એમાં કાંઇ રાચવા જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org