________________
૩૯૨
શ્રી શાંતસુધારસ, લભ ભયંકર દોષ છે, સર્વ ગુણનો નાશ કરનાર છે, વૃદ્ધિ પામતો ભયંકર દુર્ગુણ છે. છેડે ન આવે તે પાતકી દોષ છે. અહીં બ્રહ્મદત્ત, સુભૂમ ચકવતી આદિ પારવગરનાં દાખલા છે.
કષાયને ઉદય થાય છે ત્યારે કોઈપણ હેતુ મનમાં રાખીને પ્રાણુ ખૂબ ખરડાય છે અને પછી નારકીમાં જઈ પડે છે અને જન્મમરણના એવા મોટા ચકકરમાં પડી જાય છે કે એ જલ્દી ઊંચે આવી શકતો નથી. આ પ્રાણી જરૂર અનંત ભવપરિપાટીમાં પડી જઈ ત્રાસ પામે છે, હેરાન થાય છે અને પોતાની પ્રગતિ ગુમાવી બેસે છે.
એવી જ રીતે હાસ્યાદિ કષાયે પણ સંસારમાં પ્રાણીને ખૂબ રખડાવે છે. કર્મબંધન વખતે જે રસ પડે છે તેમાં મુખ્ય ભાગ કષાયો ભજવે છે. સમાન ક્રિયા કરનારની કર્મસંપત્તિમાં જે માટે ભેદ પડે છે તેની ગાઢતા કષા પર આધાર રાખે છે. જેમ કષાયેનું જોર વધારે તેમ કર્મો વધારે ચીકણું બંધાય છે. આ કષાયે આંતરરાજ્યમાં પ્રવર્તે છે અને એ પ્રત્યેક ખૂબ સમજવા જેવા છે. કષાય ઉપર સંસારને એટલે બધે આધાર છે કે એને અર્થ કષ એટલે સંસારને આય એટલે લાભ એમ કરવામાં આવે છે. એ જેટલા વધારે તેટલે સંસાર લાંબા થાય છે. એને સમજવા માટે આંતરસૃષ્ટિમાં ઉતરવું પડે તેમ છે એ ધ્યાનમાં રહે.
૬. મનવચન-કાયાના ચગે પણ આશ્ર છે. મનના વ્યાપારથી, વાણીના પ્રાગથી અને કાયાની પ્રવૃત્તિથી પ્રાણી કર્મો બાંધે છે અને તેથી તેઓ પણ ગરનાળાં છે. મનવચનકાયા જે ચંચળ હોય તે ભયંકર પાપના ભારથી "ચેતન ખરડાઈ જાય છે. શરીરની પ્રવૃત્તિ કેવી કેવી ક્રિયાઓ કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org