________________
આ અભાવના.
૩૯૧ પંચ પ્રબળ વતે નિત્ય જા, તાર્ક કહા જચું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમે રહીએ રે. વિ૦૭
લગભગ એ પદને ભાવ ઉપર આવી ગયો છે, પણ પદ ઘણું માર્મિક હોવાથી ખાસ ઉતારી લેવું યોગ્ય ધાર્યું છે. એ ઇંદ્રિયોને સાચા આકારમાં દેખાડે છે.
૫. આટલેથી આ પૂરા થતા નથી. હજુ પણ બળવાન આશ્રોને વિચાર કરવાનું બાકી છે. જ્યાચો તે કર્મની ઉપર ભાત પાડે છે. ક્રોધના આવેશમાં, માનના ચઢાણ પર, માયાની ગંદી વૃત્તિમાં, લેભના તાબામાં આ પ્રાણું ભારે કર્મો બાંધે છે અને તેના ઉપર વાલેપ કરે છે. કષાયના ઉદયથી દુનિયા પર મોટા સંહાર થયા છે, લેહીની નદીઓ ચાલી છે, માયાને અંગે અનેક પાપ છુપી રીતે કરે છે અને લેભથી રાતદિવસ દેશ-પરદેશ રખડે છે. તે પ્રત્યેકના લક્ષણે વિચારીએ.
ક્રોધ આત્મજ્ઞાનને અટકાવે છે, સંયમને ઘાત કરનાર છે, નરકનું દ્વાર છે, પાપને પક્ષપાત કરનાર છે, ઉપશમનો વૈરી છે. અહીં ચંડકેશીઆ સપનું દષ્ટાંત વિચારવું.
માનને પર્વત સાથે સરખાવવા યોગ્ય છે. એ નિર્મળ જ્ઞાનને રોકે છે. વિનય, શ્રત, તપ, શીલ અને ત્રિવર્ગને હણનાર છે, વિવેકને નાશ કરનાર છે. અહીં સ્થૂલભદ્રનું દષ્ટાંત વિચારવું.
માયા અતિ નીચ છે. બેટે દેખાવ કરવાની વૃત્તિ દૂર કરવી વધારે મુશ્કેલ છે. નિષ્કપટી થવાને ઉપદેશ એકાંતે ભગવંતે કહાો છે. અહીં કુસુમપુરે રહેલા બે સાધુનું દષ્ટાંત વિચારવું.
૧ જોરવાળી છુરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org