________________
અશ્વવભાવને.
૩૮૯
લોઢાના વાંકો કાંટાને છેડે મીઠી ગેળી બાંધી પાણીમાં નાંખે છે. માછલું તેને ખાવાને લેભે દોડી આવે છે. ખાવાનું મળે છે પણ હૂક ગળામાં પરોવાઈ જાય છે તેથી મરણ પામે છે. એક રસેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ !
કમળની ગંધથી આકર્ષાઈ ભ્રમર તેના પર બેસે છે. સાંજ થાય ત્યાં કમળ બંધ થઈ જાય છે. અંદર રહેલો ભ્રમર ગુંગળાઈ મરે છે. નાસિકા-ધ્રાણુને વશ પડી એ પ્રાણ આપે છે !
દીવાની જ્યોતથી આકર્ષાઈ પતંગીયું દીવામાં પડે છે. દીવાની શગમાં બળી મરે છે અથવા તેલમાં ડુબી મરે છે અને પ્રાણ પૂએ છે. ચક્ષુને વશ પડી પ્રાણની આહૂતિ આપે છે.
સુંદર અવાજ સાંભળવા લલચાઈ આવેલું હરણ પારધીની જાળમાં ફસાઈ, પકડાઈ જાય છે અને કણેન્દ્રિયને વશ પડી પ્રાણ ગુમાવે છે.
આવી રીતે એક એક ઈન્દ્રિયને વશ પડીને જનાવરો તેમજ જીવડાઓ પ્રાણ આપે છે. વિષય-વિનોદનો રસ પરિણામે કે આકરે પડી જાય છે તેના આ જવલંત દાખલાઓ છે. એની વેદનાઓને ખ્યાલ તો આખી જિંદગી કેદમાં રહેવું પડે (હાથી પેઠે) કે ગળામાં હૂક ભીડાય (માછલા પેઠે) અગર હરણની જેમ ચીરાઈ જવાય ત્યારે આવે, પણ મનુષ્યોને ઈદ્રિય પરનો રાગ અને એની તૃપ્તિનાં તુચ્છ સાધનોને વિચાર કરીએ તો કંપ થઈ જાય તેમ છે. આ ઈદ્રિયોદ્વારા એટલાં બધા કર્મો આવી પડે છે કે એને સરવાળે ભારે મોટે થઈ જાય છે. આ મેટું ગરનાળું છે અને એને એના સાદા સ્વરૂપમાં, સાચા આકારમાં સમજવાની ખૂબ જરૂર છે. આપણને સગવડ ન પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org