________________
૩૮૮
શ્રી શાંતસુધારસ આવી જ રીતે રહેવાતું હોય તે આ ચેતનની કેટલી પ્રગતિ થાય તે અન્ય પ્રસંગે વિચારવાની તક લેવાશે. વાત એ છે કે પરવશતાથી ત્યાગ થાય તે વિરતિની કક્ષામાં ન આવે. આપણે તે સમજણપૂર્વક ઘસારો ખાઈ ત્યાગની ખાતર ત્યાગ કરવો ઘટે અને પ્રાણુત કટે એ નિયમ-નિશ્ચયથી પાછા હઠવું ન ઘટે.
અવિરતિનું દ્વાર ખુલ્લું મૂક્યું હોય તે પારવગરની આપત્તિ કરાવે તેવાં કમે આ પ્રાણું એકઠાં કરે છે અને તેમાં વધારે કરતો જાય છે.
૪, આશ્ર–કર્યગ્રહણના માર્ગોને એક મોટો વિભાગ ઈદ્રિયદ્વારા પ્રાપ્ત થાય છે. એ પણ ભારે વિષમ છે. આપણે ઈદ્રિયોને તો એટલી મોકળી મૂકી દઈએ છીએ કે “એશઆરામ “ એ જ આ યુગનું સાધ્ય બનતું જોવામાં આવે છે. આપણું ફરનીચર પણ એવું જ થતું જાય છે. આપણું ખાવાનાં કેડ એવા જ, આપણી આંખનો ઉપયોગ કટાક્ષ કરવામાં, રૂપ જોવામાં, નાટક સિનેમા જોવામાં, આપણા કાન ગાન સાંભળવામાં અને સ્પર્શની તો વાત જ શી કરવી ?
અનંત જ્ઞાનને ધણી ક્યાં રમી રહ્યો છે કેવા કીચડમાં એ ભરાઈ બેઠો છે ! એને શેમાંથી માની લીધેલું સુખ મળે છે!
હાથીને કેવી રીતે પકડે છે ? એક મોટો ખાડે બનાવવામાં આવે છે, તેને ઘાસથી ઢાંકવામાં આવે છે અને ઢાંકણ ઉપર હાથીને લેભાવવા માટે કાગળની હાથણું મૂકવામાં આવે છે. મસ્ત હાથી ગાંડા થઈ હાથણીનો સ્પર્શ કરવા જતાં ખાડામાં પડે છે. સ્પર્શ સુખની લાલસામાં એને ભાન રહેતું નથી તેથી બાકીની આખી જિંદગી પરાધીનતા વેઠે છે. સ્પર્શેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org