________________
આશ્રવ ભાવના.
૩૮૭
એકાગ્રતામાં સારા નિશ્ચયે થાય તે વખતે સુંદર જીવનધોરણ મુકરર કરી નાખવું અને તેને ગમે તેટલી અગવડે કે ભેગે વળગી રહેવું એનું નામ “પચ્ચખાણ” કહેવાય છે.
સુંદર ક્ષણે જીવનમાં બહુ વાર સાંપડતી નથી. ખુબ વિચાર કરી એવા પ્રસંગે જે ધારણ નિર્ણિત થાય તેને વળગી રહેવાથી જીવન એકધારું અને લાભપ્રદ થાય છે.
ત્યાગ ન કરવાને કારણે આ જીવ નકામો પાપસંચય પણ બહુ કરે છે. એને ઓસ્ટ્રેલીયાનાં ફળ કે અમેરિકાનાં શાક અહીં મળવાનાં નથી, પણ સમજણપૂર્વક એને ત્યાગ ન કરે ત્યાં સુધી એ તો ખુલ્લો રહે છે, વિના કારણે અપ્રાપ્ય ત્યાગ કરતો નથી અને તેનાં પુણ્યથી વંચિત રહે છે. એ ઉપરાંત કેટલાક ત્યાગે તે એને ઐહિક લાભ કરનારા પણ હોય છે. એ પરવશપણે માંદે થાય ત્યારે ઘણું છોડી દે છે, પણ એવા જ ત્યાગ જે સમજણપૂર્વક સ્વેચ્છાથી થાય તો એથી એને ખૂબ લાભ મળે. સમજણને ઉપગ ત્યાગમાં પરિપૂર્ણપણે થાય તે જ્ઞાન શોભે છે, નહિ તે એને કાંઈ લાભ મળતો નથી.
માટે સમજુ પ્રાણીએ અવિરતિ–અત્યાગદશામાં ન રહેતાં જેમ બને તેમ ત્યાગ કરવા નિશ્ચય કરવો ઘટે–પણ જે પાપ કર્મનાં ગરનાળાં ખુલ્લાં મૂકવાં હોય તો વિપાકદશા પ્રાપ્ત થાય ત્યારે પછી હાયન્વય કરવી ન ઘટે. પસંદગી કરવાનો અત્ર અવકાશ છે. સાથે એ પણ ધ્યાનમાં રહે છે ત્યાગમાં ઘસારે કદી પડવાનો નથી. આ શરીરને તે મોકળું મૂકવામાં આવે તો એ અનેક ઘસારાને તાબે થાય છે. ત્યાગની મજા શી છે એને ખ્યાલ જેલ–જીવનમાં કાંઈક થાય છે. સ્વવશ હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org