________________
૪૮૬
શ્રી શાંતસુધ્ધાર નિર્ણયને ગમે તે ભેગે નિર્વાહ કરે એ ત્યાગ છે. એનાથી ઉલટી દશા એ અવિરતિ. ત્યાગને અભાવ. જ્યારે આ પ્રાણી પોતાની જાતને મોકળી મૂકી દે છે ત્યારપછી એને કઈ જાતને વિવેક રહેતો નથી. ગમે ત્યારે ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે ત્યાં રખડવું, ગમે તેવું બોલવું અને અવ્યવસ્થિત ચર્ચા કરવી એ સાધ્ય વગરનું જીવન છે. એવા જીવનને જેમ પવન લાગે તેમ તે દેરવાય છે.
વિષયને વશ પડેલે આ પ્રાણી કેવા ચાળા કરે છે તેનાં ચિત્ર ઘણું અપાઈ ગયાં. વાત એ છે કે એ જ્યારે એ માગે એક વાર ચાલવા માંડે છે ત્યારપછી એને કાંઈ અંકુશ રહેતો નથી. એ સર્વનાં પરિણામે અંતે ભેગવવાં પડશે એ પણ એ ભૂલી જાય છે. એ તો ગાંડા હાથીની પેઠે ફૂલ્યા જ કરે છે અને ભૂખ્યા જનાવરની પેઠે જ્યાં ત્યાં ત્રાપ મારે છે. આવાં પ્રાણીને કર્મબંધ પાર વગરનો થાય છે અને પછી એ કર્મો
જ્યારે પરિપાક દશાને પામે છે ત્યારે એણે સેંકડો દુખે ખમવા તૈયાર રહેવું પડે છે.
આ ભવમાં જીવને દુઃખે કેટલાં પ્રાપ્ત થાય છે તે આપણે જોઈએ છીએ. જુવાનીના અત્યાચારે ઘડપણને કેટલું વિરસ બનાવી દે છે અને દુરાચારીએ જેનાં નામે પણ આ પુસ્તકમાં લખવાં ન ઘટે તેવા ભયંકર વ્યાધિઓ ખમે છે તે પર ઉલેખની જરૂર ન હોય. અને પરભવમાં આવા પ્રાણીઓ કયાંનાં કયાં તણાઈ જાય છે અને ત્યાં જે અપરંપાર દુઃખે પામે છે તે કલ્પનાતીત છે.
અહીં પ્રસંગેપાત પચ્ચખાણની–ત્યાગની એક વાત જરૂર સૂચવવા છે. સાચા ઉપદેશની અસર તળે અથવા શાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org