________________
આશ્રવ ભાવના.
૩૮૧
હેતુને લઈને પ્રાણું કર્મો બાંધે છે અને આશ્રવ કર્મ આવવાના માર્ગો છે છતાં બંધહેતુઓને સંબંધ કર્મબંધ સાથે છે અને આશ્રવે ગરનાળાં છે એ વાત ધ્યાનમાં રાખવી. બને તો જુદાં છે, પણ પરિણામે હેતુ એ જ માર્ગ થઈ જાય છે. બંધ વખતે એની કારણ તરીકે ગણના થાય છે અને આશ્રવ વખતે એની માર્ગમાં–ગરનાળામાં–પ્રનાલિકામાં ગણના થાય છે. દષ્ટિભેદ નયાપેક્ષિત છે, પણ વ્યવહારૂ રીતે તેનું પરિણામ આત્માને ભારે કરવામાં આવે છે એ ધ્યાનમાં રાખવું.
( ૫.) આ આશ્રનું તત્વ બરાબર સમજીને એને ભાવ હદયમાં ઉતાર. એને બરાબર ઓળખવા. એ હેયત્યાગ કરવા યોગ્યની કક્ષામાં આવે છે અને તેટલા માટે તેને ખુબ સમજવા જેવા છે. એને સમજીને ગભરાઈ જવા જેવું નથી. એના ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય ચેતનમાં છે તે જ્ઞાનીનાં પાસાં સેવીને સમજી લેવું. મનમાં નિશ્ચય કરો કે એના ઉપર વિજય મેળવવાની શક્તિ તારામાં છે.
આવી રીતે આશ્રવ તત્ત્વને સમજીને સર્વ પ્રકારે એને નિરોધ કરવાને પૂરતા જોસથી પ્રયાસ કરો. તારામાં તો અનંત શક્તિ છે. એ આશ્રોને જગાડનાર તું છે, પણ તેને દાબી દેવાની શક્તિ પણ તારામાં જ છે, માટે જરા પણ વિરોધની ગુંચવણ રાખ્યા વગર એના પર વિજય મેળવવા માટે પ્રયત્ન કર. અનંત શક્તિને ધણી તું એની પાછળ પડશ અને તેને નિરોધ કરવાને સાચો રસ્તો તને જડી આવશે તે તું રસ્તે આવી જઈશ. અને ઉપર તને મેક્ષ કેમ મળે? એ પ્રશ્ન થયે હતું તેને જવાબ પણ મળી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org