________________
૩૮૦
શ્રી શાંતસુધારસ
' હાસ્ય હસવું તે. રતિ-સુખમાં આસક્તિ. અરતિ-દુ:ખમાં કંટાળો. શાક-દિલગીરી. ભય-બીક. ડુગંછા–અન્યની જુગુપ્સા.
સ્ત્રીવેદ-પુરૂષદ-નપુંસકવેદ એ ૯ નકષાય. ૧૫ ચેગ. મન-વચન-કાયાના યુગના જુદા જુદા ભેદે.
આ સત્તાવન બંધહેતુઓને લઈને પ્રાણું કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમાં પડી જઈ સંસારમાં રખડ્યા કરે છે. અનાદિ કાળથી એને રખડવાની ટેવ પડી ગઈ છે અને હંમેશાં સંસારમાં રખડ્યા કરે છે છતાં થાકત નથી.
આ સત્તાવન બંધહેતુઓ ખાસ ધ્યાનમાં રાખવા છે. કર્મબંધન થાય તે વખતે એના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પણ મુકરર થઈ જાય છે. એમાં રસ અને સ્થિતિને અંગે કષાય અને પ્રકૃતિ તથા પ્રદેશને અંગે બે મુખ્ય ભાગ ભજવે છે.
(૪.) આશ્ર પૈકી ઇંદ્રિય પાંચ છે સ્પર્શેન્દ્રિય વિગેરે. અવતો પાંચ છે–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. કષાય ચાર છે-ક્રોધ, માન, માયા, લેભ. ચાગ ત્રણ છે–મન, વચન, કાયા અને ક્રિયાઓ પચીશ છે. એનું વર્ણન ઉપર સંક્ષેપથી થઈ ગયું છે.
એટલે આશ્રવનાં કર ભેદ થયા.
નેત્ર એ બે (૨) અને વેદ એટલે ચાર (૪)ની સંખ્યા. સંજ્ઞાથી સંખ્યા બતાવવી હોય ત્યારે ઉલટ ક્રમ લે એટલે નેત્ર વેદ એમ સૂચવ્યું હોય ત્યારે બે અને ચાર એમ નહિ, પણ ચાર અને બે એટલે ૪૨ બેંતાળીશ ભેદ આશ્રવના થયા.
બંધહેતુઓ અને આશ્ર એક રીતે એક જ છે. બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org