________________
શ્રી શાંતસુધારસ
વાત શી? કોની પાસે ? અને શા માટે? આ ભાવનાનું ક્ષેત્ર છે. એ આપણું દરરોજના સંબંધને એના ખરા આકારમાં બતાવે છે અને આપણને ઉંડા વિચારમાં ઉતારી દે છે. એનું ક્ષેત્ર આપણી નાની સરખી દુનિયા નથી, પણ આખું વિશ્વ છે. વિશ્વને અને આપણે પોતાને (આત્માને) સંબંધ શું છે? કેટલે છે? અને કેટલા વખત માટેનું છે? તે અને આ ચારે તરફ નાટક ચાલે છે, આપણે પણ જેમાં ઉતરી પડ્યા છીએ એને બરાબર સમજવું એ ભાવનાનો વિષય છે. એક વાર આપણે ક્યાં છીએ ? ક્યાં દોડ્યા જઈએ છીએ ? શા માટે દોડ્યા જઈએ છીએ? અને આપણને કોણ ઘસડે છે? એ સમજાયું એટલે પછી તો સવાલ માત્ર આચરણમાં મૂકવાને જ રહે છે. ' વસ્તુને યથાસ્વરૂપે ઓળખવી એ પ્રથમ જરૂરીઆતની બાબત છે. વસ્તુને ઓળખ્યા પછી એની સાથે સંબંધ કેટલે રાખવો? ક્યાં સુધી રાખવો? અથવા રાખવે જ નહિ તેને નિર્ણય થઈ શકે છે. વસ્તુને યથાસ્વરૂપે ઓળખ્યા વગર તેને અંગે નિર્ણય થઈ શકે નહિ અને કરવામાં આવે તો તે ટકી શકે નહિ. વસ્તુઓને ઓળખીએ ત્યારે આપણે અત્યાર સુધી કેમ નાચ્યા? અને કણે નચાવ્યા? એ બરાબર ઓળખી-જાણીસમજી શકીએ, ત્યારે સમજાય કે જેને આપણે આપણાં માન્યા, જે વસ્તુને આપણી માની, જે સંબંધો ખાતર લડ્યા, હસ્યા, પડી મર્યા અથવા અનેકની ખુશામત કરી એ સર્વ વસ્તુગતે કેવા છે અને આપણે સંબંધ કરવા લાયક છે કે નહિ અને હાય તે તેની ખાતર લડવું કે પડી મરવું પરવડે કે નહિ ? આ જાતની વિચારણાને “વિવેક' કહેવામાં આવે છે. વિવેક એટલે સાચા અને ખોટા, સ્થાયી અને અસ્થાયી, આપણા અને પારકા,
અને કેણે નાખીએ ત્યારે આવે તો તે આ નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org