________________
૩૭૬
શ્રી શાંતસુધારાસ (. ૨.) આપણું પ્રત્યેક કાર્યમાં કેઈ ને કઈ અસ&િયા લાગે છે, જે પ્રવૃત્તિ કર્યા જ કરે છે, કષાયનોકષાયની ધમાલ ચાલ્યા જ કરે છે અને અનેક બાબતમાં અવિરતિપણું હોય જ છે.
આંખ મીંચીને ઉઘાડીએ તેમાં અસંખ્ય સમય થાય છે. પ્રકાશ (Light) એક સેકન્ડમાં ૧૮૦૦૦૦ માઈલ ચાલે છે. વીજળી એક સેકન્ડમાં ૨૮૨૦૦૦ માઈલ ચાલે છે. પ્રત્યેક પ્રદેશ પર તે પસાર થઈ જાય છે. એટલે સમય કેટલો નાને હાઈ શકે તે આ વિજ્ઞાનના યુગમાં સમજવું મુશ્કેલ નથી. એવા પ્રત્યેક સમયે પ્રાણી જે ક્રિયા કરે છે તે અનુસાર તે શુભ અથવા અશુભ કર્મ બાંધે છે.
પ્રાણુને આખે વખત વિચારીએ. તેનું મન વિચાર કર્યા કરે છે, મુખ બેલ્યા કરે છે, શરીર કામ કર્યા કરે છે, કષાયેમનોવિકારે અંદરથી ઉછળ્યા જ કરે છે. આવી રીતે એ અનેક કારણે કર્મોને એકઠાં કર્યા જ કરે છે અને તેને આત્મા સાથે જોડ્યા જ કરે છે.
મેટી વિચારવા જેવી વાત છે. ગ્રંથકર્તા પોતે જ આ મુશ્કેલી બતાવે છે. તેઓ કહે છે કે મહામુશીબતે કર્મનાં ફળને અનુભવ કરીને થોડાં કર્મો ખેરવી નાખું છું ત્યાં તે આશ્રવ શત્રુઓ પ્રત્યેક સમયે આ પ્રાણુને કર્મથી સીંચી દે છે, એને ભરી મૂકે છે. એક દાખલો લઈએ. કર્મના જોરથી પ્રાણીને તાવ આવે, એ તાવ ભેગવે અને તેમ કરીને તાવ આવવાનાં કર્મોને જીર્ણ કરીને (ભેળવીને) દૂર કરે, પણ એ દરમ્યાન તે અસંખ્ય સમયે થઈ જાય અને પ્રત્યેક સમયે શુભાશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org