________________
-આઝવભાવના.
૩૭૭
કર્મો બંધાયા જ કરે. ત્યારે આ તે જરા હળવા થવાનું બની આવે ત્યાં તે પાછું એક બીજી બાજુનું ગરનાળું ઉઘડી જાય છે. તળાવમાં આવક તો ચાલુ જ રહે છે. ઘણુંખરી વખત જાવક કરતાં આવક વધારે થાય છે. આ તો ભારે આપત્તિની વાત થઈ. સારાં–ખરાબ કર્મો તે વધ્યા જ કરે છે અને આત્મા ભારે થતો જાય છે.
એમાં મોટી ગુંચવણની વાત એ છે કે આ આશ્રાગરનાળાંઓને કેવી રીતે બંધ કરવાં? એ આશ્રવ શત્રુઓ સામે કઈ રીતે થવું? અને આ પ્રમાણે ચાલે તો મુક્તિ કેવી રીતે થાય? એક બાજુએથી ઘટાડે અ૯પ થાય અને નવી આવક ચાલુ રહે તો તેમાંથી છૂટકારે કયારે થાય ? અને આ આવક શી રીતે અટકે ?
આવી મેટી ગુંચવણવાળે પ્રશ્ન છે અને એ એટલો આકરે છે કે એને જવાબ આપતાં કોઈ પણ સંસારી જીવ મુંઝાઈ જાય તેમ છે. એશઆરામમાં જીવન ગાળનાર, ઉપરચેટીઆ ધર્માનુષ્ઠાન કરનાર, સંસારને વિલાસનું સ્થાન માનનાર, વ્યાપાર અને ધનને જિંદગીને છેડે માનનાર, નાની દુનિયાની પ્રશંસામાં રાચી જનાર, આખે વખત ઉશ્કેરાયેલી સ્થિતિમાં જીવન ગાળનાર, આત્માની સાથે બે-ચાર ઘડી વાત પણ ન કરનાર, બહિરાત્મભાવમાં રમણ કરનાર આપણામાંના ઘણાખરાને આ પ્રશ્નને ઉત્તર આપો મુશ્કેલ છે, મુંઝવી નાખે તેવે છે. આશ્રવનાં દ્વાર ખુલ્લાં મૂક્યાં હોય તો તે કઈ રીતે આરે આવે અને આ કર્મની ઝડપમાંથી મુક્તિ મળી શકે તેવું જણાતું નથી. આશ્રવ આ પ્રાણીની સાથે એવી રીતે લાગી ગયા છે કે એનું થાળું ભરાયા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org