________________
આશ્રવ ભાવના.
૩૭૫ આગામી પીડાની નજરે અત્યંત વિહ્વળ થાય છે એ એની આકુળતા છે. સરોવરમાં પાણી ભરાય ત્યારે તે પણ ખૂબ હાલતું ચાલતું કલ્લોલવાળું થઈ જાય છે. આશ્ર પ્રાણું અને સરોવરને વ્યાકુળ બનાવે છે.
આશ્રવના જોરથી પ્રાણ “ચંચળ” થાય છે. સ્થિરતાને અભાવ એ ચંચળપણું છે અને આશ્રવ એને એક ઠેકાણે સ્થિર રહેવા દેતા નથી. ભવભવમાં ભ્રમણ કરાવનાર એ કર્મો અસ્થિરતાને ખાસ પોષે છે. નવા જળના આગમનથી સરેવર કેટલું ચંચળ થાય છે, તે તો આપણું દષ્ટિનો વિષય છે. પાણી હાલકલેલ થઈ જાય છે.
વળી આશ્રના જેરથી પાણી “પંકિલ’–સળવાળું થાય છે. કમ મેલ જ છે. એ શુદ્ધ સ્ફટિક આત્માને મેલે બનાવે છે અને એનું શુદ્ધ સ્વરૂપ બગાડી નાખે છે. સરોવરમાં નવું પાણી આવે ત્યારે રગડા થાય છે, ધૂળ-માટી સાથે મળેલ પાણું સરોવરને કાદવકચરાવાળું કરે છે. નવું પાણી રગડાવાળું જ આવે છે, એ અશાડ માસમાં નળના પાના જોનારને સમજાવવું પડે તેવું નથી.
આવી રીતે આશ્રોને મેકળા મૂકી દીધા હોય ત્યારે તે આ ચેતનને ચારે બાજુએથી ભરી મૂકી એની મૂળ સ્થિતિમાં મહાવિપર્યાસ કરી મૂકે છે. ખ્યાલમાં રાખવું કે કર્મ શુભ કે અશુભ ગમે તેવાં હોય તો પણ તે પગલિક છે અને આત્મા અરૂપી, નિરંજન, નિરાકાર એના મૂળ સ્વરૂપે છે. આશ્ર આ પ્રકારે ચેતનજી ઉપર અસર કરે છે. સારાં કે ખરાબ સર્વ કર્મો ભેગવવાં જ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org